એ વખતે મેં એસ્કોર્ટ કરીને ઉદ્ધવ ઠાકરેને બચાવ્યા હતાઃ શિંદેનો ઈન્ટરવ્યૂમાં મોટો દાવો
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે પણ મોટો હુમલો કર્યો હતો. એકનાથ શિંદેને જ્યારે એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે ઉદ્ધવ ઠાકરે તેમની પાર્ટી તોડવા અને ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે એ સવાલના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે તો એ વખતે ઉદ્ધવ ઠાકરે સૂતા હતા. તેઓ વિધાનસભ્યોને લઈને ગુવાહાટી શા માટે ગયા તો તેના જવાબમાં શિંદેએ કહ્યું કે એ એમની સ્ટ્રેટેજી હતી.
એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ બાળ ઠાકરેના રસ્તે ચાલનારા શિવસૈનિક છે. જ્યારે નારાયણ રાણે પાર્ટી છોડી ગયા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેને નીકળવાનું મુશ્કેલ હતું. શિંદેએ કહ્યું કે એ વખતે પોતે ઉદ્ધવ ઠાકરેને એસ્કોર્ટ કરીને સુરક્ષિત પહોંચાડ્યા હતા. સીએમ બન્યા ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે તેમની સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
શિંદેએ કહ્યું કે જ્યારે શિવસેના વિચારધારાથી ભટકી ગઈ અને મને ફસાવવાની કોશિશ કરવામાં આવી ત્યારે અલગ રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો અને આ જ કારણે ભાજપ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાળ ઠાકરેના એક સામાન્ય શિવસૈનિકને મુખ્ય પ્રધાન તરીકે પસંદગી કરી હતી. શિંદેએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમની સાથે પહેલા સાથે હતા અને આજે પણ સાથે જ છે.
ઉદ્ધવ ઠાકરેએ આત્મમંથન કરવાનું હજુ પણ જરુરી છે કે પોતાના લોકો છોડીને શા માટે ગયા. શિંદેએ કહ્યું કે તેઓ મને ચોર, ગદ્દાર અને કચરા કહે છે, પણ પોતે કામ કરનારી વ્યક્તિ છે. ફેસબુક પર સરકાર ચલાવતા નથી, પરંતુ જનતાની વચ્ચે જઈને લોકોની સમસ્યાને જાણે છે અને ઉકેલ લાવે છે. શિંદેને લોકસભાની ચૂંટણીમાં ઓછી સીટ મળવા અંગે કહ્યું કે ફેક નેરેટિવ, સંવિધાન બદલવાની વાત ફેલાવી, 400 પારના સૂત્રે અમારા કાર્યકર્તા સુસ્ત થઈ ગયા હતા.
એકનાથ શિંદેએ કહ્યું કે વિક્ટિમ ઉદ્ધવ ઠાકરે નહીં, પરંતુ હું છું. મેં 40 વર્ષ શિવસેના અને 25 વર્ષ ઉદ્ધવ ઠાકરે માટે કામ કર્યું છે, પરંતુ મને પણ એમને છોડ્યો નહીં. ગઢચિરોલીમાં નકસલવાદીઓના ખાત્માના ઓપરેશનની તૈયારી કરી હતી, પરંતુ ત્યાર બાદ મારી સુરક્ષાને જોખમ ઊભું થયું હતું.
ગૃહ વિભાગ ઝેડ પ્લસ સિક્યોરિટી આપતું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મનાઈ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે યુતિ કરીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ કોંગ્રેસ અને એનસીપી સાથે ગયા હતા. અન્ય એક સવાલના જવાબમાં શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે કોંગ્રેસના મતો પર નિર્ભર છે. મુસ્લિમ વોટ મળવાને કારણે લોકસભામાં જીત્યા છે. બાકી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે કરતા પોતાનો સ્ટ્રાઈક રેટ સારો રહ્યો હતો.