IND Vs BAN: ભારત-બાંગ્લાદેશની ટેસ્ટમાં એવું બન્યું કે બાંગ્લાદેશની ફિલ્ડિંગ ઋષભ પંતે ગોઠવી અને…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે, જેમાં પહેલા ત્રણ દિવસની રમત પછી ભારતનું પલડું ભારે છે. આ મેચનું પરિણામ જે આવશે, પરંતુ હજુ પણ જેન્ટલમેન ગેમ છે એ વાતમાં કોઈ શક નથી. બાંગ્લાદેશમાં સત્તા પલટા પછી સૌથી પહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ ભારતમાં રમાઈ હતી, ત્યારે ભારતીય ક્રિકેટરના મજાકિયા અંદાજે ક્રિકેટરોની સાથે ચાહકોને ખુશ કરી દીધા હતા. શું બન્યું હતું એવું ગઈકાલે, જે ટેસ્ટ મેચમાં ક્યારેય બન્યું નહોતું એની વિગતે વાત જાણીએ.
ઋષભ પંતનો વીડિયો વાઈરલ
શનિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમના ક્રિકેટર ઋષભ પંતે દમદાર પ્રદર્શન કર્યું હતું અને શાનદાર સેન્ચુરી ફટકારી હતી, પરંતુ ત્રીજા દિવસની મેચમાં એક બનાવનો વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, જેમાં ભારતીય ટીમના ખેલાડીએ ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. વાત અહીંથી શરુ થઈ હોય તેમ ઋષભ પંત રમતમાં હતો અને બાંગ્લાદેશના ક્રિકેટરની ફિલ્ડિંગ ગોઠવવાનું સૂચન કર્યું હતું અને ભાઈ સાબ ખેલાડીઓ પણ સેટ થઈ ગયા હતા. એવું શું બન્યું હતું વાઈરલ વીડિયોમાં પણ જોઈ લઈએ.
મજાકિયા અંદાજે દિલ જીતી લીધું
ભારતીય ટીમના વિકેટકીપર કમ આક્રમક બેટસમેન ઋષભ પંત બહુ લાંબા સમય પછી ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં પાછો ફર્યો હતો, ત્યાર બાદ ટેસ્ટમાં પુનરાગમન કર્યું છે. 26 વર્ષના ઋષભ પંતે બાંગ્લાદેશ સામે અનેક મેચ રમ્યો છે, પરંતુ શનિવારની મેચ રસપ્રદ રહી હતી. ભારતે બીજા દાવમાં 284 રને ચાર વિકેટે દાવ ડિક્લેર કર્યો હતો, પણ મેચમાં શુભમન ગિલ અને પંત મજબૂત બેટિંગ કરી હતી. બીજા દાવમાં બંનેએ સેન્ચુરી ફટકારી હતી. પંતે ચાર સિક્સર અને 13 ચોગ્ગા સાથે 128 બોલમાં 119 રન ફટકારીને પૂર્વ કેપ્ટન ધોનીના રેકોર્ડની બરાબરી કરી હતી, પરંતુ રમતમાં મજાકિયા અંદાજમાં બાંગ્લાદેશના ખેલાડીઓની ફિલ્ડિંગ ગોઠવવાનો નિર્દેશ કર્યો હતો. આ વીડિયો ટવિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો હતો.
Rishabh Pant being Rishabh Pant here 😂
Advising the opposition team to place a fielder pic.twitter.com/L0DQVxi6U7
— The Khel India (@TheKhelIndia) September 21, 2024
ભાઈ ઈક ઈધર મિડવિકેટ પર આયેંગા
વાસ્તવમાં ક્રિકેટને જેન્ટલમેન ગેમ ગણાય છે, જેમાં સામેની ટીમ દબાણ રમતી હતી ત્યારે ભારતીય ટીમના ધુરંધર ક્રિકેટર ઋષભ પંતે કેપ્ટનના અંદાજમાં ટીમની ફિલ્ડિંગ ગોઠવવાનું હોય એમ કહ્યું હતું કે ભાઈ ઈક ઈધર મિડવિકેટ પર આયેંગા. પંતે જ્યારે ફિલ્ડિંગ ગોઠવી ત્યારે ગિલ સ્ટ્રાઈકમાં હતો. આ નટખટ અંદાજને જોઈને કોમેન્ટ્રી બોક્સમાંથી કોમેન્ટ્રી કરનારા લોકો પણ હસી પડ્યા હતા. મજાની વાત હતી કે પંતના કહેવાથી બાંગ્લાદેશના ખેલાડીઓ સેટ થઈ ગયા હતા.
બે વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી
ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતમાં ઋષભ પંત ઘાયલ થયો હતો, ત્યારબાદ ઘવાયા પછી ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવાની નોબત આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કર્યા પછી શાનદાર સેન્ચુરી ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ટેસ્ટમાં સેન્ચુરી ફટકારીને છઠ્ઠી સદી કરી હતી, જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સ્કોરની બરોબરી કરી હતી. પંતે 58 ઈનિંગમાં છ સદી ફટકારી છે, જ્યારે ધોનીએ 144 ઈનિંગમાં છ સદી કરી હતી, જ્યારે ઋધિમાન સાહાએ ત્રીજા સ્થાને છે.