જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સક્રિય, કોણ કરે છે મદદ?
શ્રીનગરઃ દેશના મોદી સરકારના ત્રીજા કાર્યકાળના આરંભથી કાશ્મીરમાં આંતકવાદીઓની ગતિવિધિઓ વધી છે, તેનાથી મોદી સરકારની ઊંઘ હરામ થઈ છે. હવે કાશ્મીર ખીણના બદલે જમ્મુમાં આતંકવાદીઓના હુમલા વધ્યા છે. હુમલા વધવાની સાથે આર્મીનો દર બીજા દિવસે કોઈના કોઈ વિસ્તારમાં આતંકવાદીઓ સામે સંઘર્ષ ચાલી રહ્યું છે, જેમાં જાનહાનિ સાથે સર્ચ ઓપરેશન ચાલુ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યા છે એ જાણીતી વાત છે પણ આ વખતે બોર્ડર પારથી મદદ કરવામાં આવી રહી હોવાના દાવા છે. બૈટ ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની આર્મી દ્વારા બૈટમાં આતંકવાદીઓને મદદ કરવામાં આવી રહી છે અને જો ભારતીય સેનાના હાથમાં આવી જાય તો તેમનો સ્વીકાર કરતી નથી. આ બૈટ ટીમ એટલે બોર્ડર એક્શન ટીમ. પાકિસ્તાનની કમાન્ડો ટીમ અને તાલીમાર્થી આતંકવાદીઓની ટુકડી છે, જે ભારતીય સરહદમાં ઘૂસીને પોતાના ષડયંત્રોને પાર પાડે છે. હવે જણાવીએ આ બૈટ ટીમને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને એના સંબંધિત મહત્ત્વની વાતો.
બૈટ ટીમને એલઓસી પર ઘૂસણખોરી કરવાની સાથે યુદ્ધ કરવામાં માહેર હોય છે, જે પાકિસ્તાનની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) સાથે મળીને કામ કરે છે. કહેવાય છે કે આઈએસઆઈ તેમને ગુપ્ત માહિતી પૂરી પાડે છે. બહુ આકરી તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ક્રૂરમાં ક્રૂર હરકતો કરી શકે છે. આ ટીમને કાચું માંસ ખવડાવવામાં આવે છે. હથિયારો પણ એકદમ આધુનિક પૂરા પાડવામાં આવે છે, જેમાં એકે-47, સ્વિટર્ઝેલન્ડની સ્નો ક્લોથિંગ અને બૂટ પણ એડવાન્સ હોય છે. પાકિસ્તાની આર્મી આતંકવાદીઓનો ઉપયોગ કરે છે, જ્યારે પકડાઈ જાય તો સ્વીકારતા નથી. ઉપરાંત, ભારતમાં ઘૂસણખોરી વખતે તેમની પાસે સેટેલાઈટ ફોન, ડિજિટલ નેવિગેશન, શોર્ટગન અને સપોર્ટ જીપીએસ. સંપૂર્ણ યોજનાબદ્ધ રીતે પોતાના ઓપરેશન પાર પાડવામાં માહેર હોય છે.
બૈટ ટીમ એટલે આતંકવાદીઓ પાસે ભારતના સ્પેશિયલ કમાન્ડો માર્કોસ અને બ્લેક કેટ કમાન્ડો માફક આધુનિક હથિયારોથી સજ્જ હોય છે. બૈટ આતંકવાદીઓને લગભગ આઠ મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત, હવાઈ યુદ્ધની પણ તાલીમ આપવામાં આવે છે તેમ જ ચાર અઠવાડિયાની પાકિસ્તાની એરફોર્સની પણ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.