July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

નાશિકમાં ટ્રક અને ટેમ્પોના અકસ્માતમાં આઠનાં મોત

Spread the love

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં રવિવારે રાતના ટેમ્પો અને ટ્રકના અકસ્માતમાં અનેકને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નાશિક જિલ્લાના દ્વારકા સર્કલ નજીક એક ટેમ્પો અને ટ્રકની ભીષણ ટક્કરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રવિવારે રાતના સાડાસાત વાગ્યાના સુમારે અયપ્પા મંદિર નજીક થયો હતો. આ અકસ્માત અંગે પોલીસે કહ્યું હતું કે ટેમ્પોમાં 16 જેટલા પ્રવાસી હતા, જે અહીંના સિડકો વિસ્તાર જવાના હતા.
નેફાડથી એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ચાલકે નિયંત્રમ ગુમાવતા ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમુક લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે હજુ અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.


અકસ્માત પછી પોલીસ અને બચાવકર્તા ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા પછી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આસપાસના રહેવાસી અને રસ્તા પરથી અવરજવર કરનારા લોકોની મદદથી પીડિતોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં અમુક લોકોની ગંભીર હાલત છે, તેથી મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે, એમ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું. દેશમાં આ વર્ષની શરુઆતથી રોડ અકસ્માતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં રવિવારે ઉત્તરાખંડમાં બસના અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!