July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

Sher ya Savaser: ટાટા સેક્ટરનો આ શેર 90 ટકા તૂટીને 4800 ટકાથી વધુ આપ્યું છે રિર્ટન, જાણો કયો સ્ટોક છે?

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી, તહેવારોની સિઝન અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે મુંબઈ શેરબજારમાં એક પછી એક નવા ઊંચા શિખરો સર કરી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બંને બેન્ચમાર્કમાં વધઘટ વચ્ચે રોકાણકારોની દિવાળી સુધારે એવા વર્તારા છે. આ વખતના સપ્તાહે ટાટાના શેરની વાત કરીએ, જે એક તબક્કે 90 ટકા તૂટ્યા પછી છપ્પર ફાડ તેજી જોવા મળી છે. 90 ટકા તૂટીને તળિયાની સપાટીથી આગળ વધીને 4500 ટકા આગળ વધ્યો હતો. કંપનીએ નોંધપાત્ર નફો મેળવીને ફરી એક વાર તેજીભણી છે ત્યારે વિસ્તૃતમાં વાત કરીએ.
છ મહિનામાં શેરનો ભાવ 41 ટકા વધ્યો
અગાઉના અઠવાડિયે શેરમાં પાંચ ટકાથી વધુ ગાબડું પડ્યું હતું, પરંતુ લાંબા સમયગાળામાં સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા છ મહિનામાં શેરના ભાવમાં 41 ટકાનો ઉછાળો રહ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રોકાણકારોને 29 ટકાનું રિર્ટન આપ્યું છે. અત્યાર સુધીમાં કંપનીનું માર્કેટ કેપ 19,273 કરોડ થયું છે, જ્યારે કંપનીમાં બાવન અઠવાડિયાની તળિયાની સપાટી 651 રુપિયાનો ભાવ હતો, જે એક વર્ષની ઊંચી સપાટી 1,495 રુપિયાનો ભાવ બોલાયો હતો.
ટેલિકોમ સેક્ટરનું યોગદાન મહત્ત્વનું
તેજસ નેટવર્કના વિવિધ ઉત્પાદનોનું ટેલિકોમ સેક્ટરમાં અનેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સેલ ટાવર, ડેટા સેન્ટર, ટેલિકોમ એક્સચેન્જ, વપરાશકર્તા સાઈટ અને કસ્ટમર સેક્ટરનો પણ સમાવેશ થાય છે. તેજસ નેટવર્ક્સ ટાટા ગ્રુપની કંપની છે, જે ઓપ્ટિકલ, બ્રોડબેન્ડ અને ડેટા નેટવર્કિંગ ઉત્પાદન બનાવે છે. આ કંપની લગભગ 75થી વધુ દેશમાં પોતાની પ્રોડક્ટ્સનું પણ વેચાણ કરે છે. તેજસ નેટવર્ક્સ જ્યારે ટાટા ગ્રુપમાં સામેલ થયો નહોતો ત્યારે શેરના ભાવમાં 90 ટકાનું ગાબડું પડ્યું હતું. 30 જૂન, 2017ના કંપનીનો શેર 302 રુપિયાના મથાળે હતો, જે 22મી મે, 2020ના રોજ 31 રુપિયાના મથાળે હતો. જોકે, એના પછી કંપનીના ભાવમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. ચાર વર્ષમાં 4800 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. પાંચમી મે, 2024ના શેર ઓલ ટાઈમ હાઈ લેવલ 1,495 રુપિયાના મથાળે રહ્યો હતો. ચાર વર્ષમાં 4800 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. ગયા અઠવાડિયે શુક્રવારે શેરનો ભાવ 4.85 ટકા વધીને 1,180 રુપિયાના મથાળે રહ્યો હતો.
તેજસ નેટવર્ક્સની બોલબાલા
ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્કસ (Tejas Networks)ની અત્યારે માર્કેટમાં બોલબાલા છે. એક તબક્કે માર્કેટમાં સ્ટોકનો ભાવ તળિયે પહોંચ્યો હતો. તાજેતરમાં કંપનીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આવક અને નફાની દૃષ્ટિએ તમામ રેકોર્ડ તોડ્યા છે. એક તબક્કે ખોટમાં રહેનારી કંપની હવે અસાધારણ નફો કમાઈ રહી છે. તેજસ નેટવર્ક્સ 610 ટકાની તેજી સાથે 2,811 કરોડ રુપિયાની આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષના બીજા ત્રિમાસિકમાં 395 કરોડ હતી.
નફામાં પણ 1,700 ટકાનો વધારો કર્યો
કંપનીના ફાઈનાન્શિયલ પર્ફોર્મન્સની વાત કરીએ તો તેજસ નેટવર્ક્સની ઓપરેટિંગ ઈન્કમમાં પણ નોંધપાત્ર નફો પ્રાપ્ત કર્યો છે, જે 1705 ટકા વધીને 460 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના ત્રિમાસિકગાળામાં માઈનસ – 28.71 કરોડ રુપિયા હતા. કંપનીની નેટ ઈન્કમમાં પણ ઉછાળો રહ્યો છે. અગાઉના વર્ષના ત્રિમાસિકમાં કંપની નેટ ઈન્કમ માઈનસ – 12.64 કરોડ હતી, જે 2277 ટકા વધીને 275 કરોડ રુપિયા થઈ છે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!