ભારતીય ટીમના નવા ચીફ કોચ ગૌતમ ગંભીરની સેલેરી કેટલી હશે, ખબર છે?
નવી દિલ્હીઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) વખતે ટીમ ઈન્ડિયાના ચીફ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાનું નિશ્ચિત હતું, ત્યારબાદ નવા કોચની પસંદગીની પ્રક્રિયા ચાલુ થઈ હતી. પૂર્વ ક્રિકેટર કમ કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ તરીકે ગૌતમ ગંભીરે ટીમને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવામાં શ્રેય અપાવ્યું હતું. એના પછી ટીમ ઈન્ડિયાએ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું અને ટીમ ઈન્ડિયાના ચીફ કોચ દ્રવિડનું જવાનું નક્કી થયું અને ગૌતમ ગંભીરની પસંદગી ચીફ કોચ તરીકે કરવામાં આવી હોવાનું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી હતી.
બીસીસીઆઈએ ગૌતમ ગંભીરને નવા ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે જાહેરાત કરી છે, પરંતુ આખી ટીમના ગાઈડ એવા ગંભીરનો કેટલો પગાર હશે એ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે કે પૂર્વ કોચ રાહુલ દ્રવિડ કરતા ગંભીરની સેલેરી વધારે હશે.
ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે બહુ લાંબી પ્રક્રિયા ચાલી હતી. એક માત્ર ગંભીરે ઉમેદવાર નોંધાવ્યા પછી ગૌતમ ગંભીર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, ત્યારબાદ આજે અચાનક જય શાહે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ (મેન્સ)ના મુખ્ય કોચ તરીકે 12 કરોડથી વધુ સેલેરી મળશે. આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ રકમ ચર્ચાનો વિષય છે. રાહુલ દ્રવિડને વર્ષે 12 કરોડની સેલેરી હતી, જ્યારે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને વર્ષે 9.5 કરોડ કોચ તરીકે સેલેરી મળતી હતી. હવે એવું માનવામાં આવે છે કે દ્રવિડ કરતા ગંભીરને વધુ સેલેરી મળશે.
ગૌતમ ગંભીરની સંપત્તિની વાત કરીએ તો અમીર ક્રિકેટરોમાં ગંભીરની ગણતરી કરવામાં આવે છે. 205થી 250 કરોડની આસપાસ પ્રોપર્ટી છે. ગંભીરના પિતાનો બિઝનેસ ટેક્સટાઈલ્સનો હતો. એક ઉદ્યોગપતિના દીકરા સાથે ગંભીરે ક્રિકેટર પછી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 2019માં ક્રિકેટમાંથી અલવિદા લીધા પછી પૂર્વ દિલ્હીમાંથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યો હતો.
એક અહેવાલ મુજબ ગૌતમ ગંભીરની વાર્ષિક સેલેરી 12.40 કરોડ રુપિયા હશે, જ્યારે ગંભીરની પત્ની વર્ષે 6.15 લાખ રુપિયાની છે. ક્રિકેટની કોમેન્ટરીથી પણ કમાય છે. આઈપીએલની એક સિઝનની કોમેન્ટરી માટે લગભગ ત્રણેક કરોડ રુપિયા કમાય છે. કેકેઆરના મેન્ટોર તરીકે પણ 25 કરોડની સેલેરી મળી હતી. એના સિવાય ગંભીર જાહેરાતોમાં પણ વિશેષ કમાણી કરે છે. આ ઉપરાંત, ક્રિકપ્લે, ફેન્ટસી ગેમિંગ એ, રેડિક્લિફ લેબ્સ વગેરે બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ કરે છે.
ગૌતમ ગંભીરની દિલ્હીમાં અનેક જગ્યાએ પ્રોપર્ટીઝ આવે છે. દિલ્હીમાં આલિશાન બંગલો છે, જેની કિંમત 20 કરોડની છે. એના સિવાય રાજિન્દર નગરમાં પોતાનું ઘર છે. કરોલ બાગમાં 15 કરોડની પ્રોપર્ટી છે. ક્રિકેટ, ઉદ્યોગપતિ, રાજકારણી સાથે સામાજિક કામગીરી કરીને ચર્ચામાં રહે છે. 2017માં સુકમામાં થયેલા નકસલી હુમલામાં શહીદ જવાનના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો છે. ઉપરાંત, ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ચલાવે છે, જેના મારફત ગરીબ-અનાથ બાળકોને મદદ કરે છે.