ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિશ્વ ચેમ્પિયનઃ ભારતે બનાવ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ
સૂર્યકુમારની સેનાએ ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજી વખત ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીત્યો; સંજુ અને અભિષેકની તોફાની બેટિંગ

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટવેન્ટી-20 વર્લ્ડકપમાં જીતીને ચેમ્પિયન બન્યું છે. ભારત ત્રીજી વખત ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં ધૂળ ચટાડીને એક કરતા અનેક ઈતિહાસ બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની ટીમ એક કરતા અનેક રેકોર્ડ બનાવ્યા છે, ના જાણતા હોય તો અમે જણાવીએ.

ટીમ ઈન્ડિયા સતત બીજી વખત ટવેન્ટી-20 વર્લ્ડકપ જીત્યા છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટવેન્ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં હરાવીને ટીમ ઈન્ડિયાએ કમાલ કરી છે. ભારત હવે સતત બીજી વખત ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતનારો પહેલો દેશ બની ગયો છે. યજમાન ટીમે અત્યાર સુધીમાં ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની નથી, પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલી વખત ન્યૂઝીલેન્ડને હરાવીને અમદાવાદમાં જીત્યું છે. એક બીજો નવો રેકોર્ડ એવો બન્યો છે, જેમાં ન્યૂઝીલેન્ડ અત્યાર સુધીમાં જીત્યું નથી, પરંતુ 2026ના વર્લ્ડ કપમાં ભારત જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ટવેન્ટી-20 વર્લ્ડકપમાં બંને ટીમની ચોથી ટક્કર હતી, જે ભારત જીત્યું છે. એના અગાઉ 2007, 2016 અને 2021માં ન્યૂઝીલેન્ડને જીત મળી હતી.
ન્યૂઝીલેન્ડે એના અગાઉ પોતાની બે 2000 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારતને હરાવીને પહેલી વાર જીત્યું છે, પરંતુ ટવેન્ટી-20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયાએ નવો ઈતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડ બીજી વખત ટવેન્ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં હારી છે.
ટીમ ઈન્ડિયાવતીથી અભિષેક શર્મા અને સંજુ સેમસનએ મજબૂત ઈનિંગથી શરુઆત કરી હતી, જે 20 ઓવરના અંતે પાંચ વિકેટે 255 રન કર્યા હતા, જેમાં ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રન કરતા 96 રનથી હાર્યું હતું. ભારત માટે સંજુ સેમસને 46 બોલમાં પાંચ ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 89 રન કર્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 21 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત બાવન રન કર્યા હતા, જ્યારે ઈશાન કિશને પણ 25 બોલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ચોપન રન કર્યા હતા, જ્યારે છેલ્લી ઓવરમાં 24 રન ફટકારીને ટીમ ઈન્ડિયાએ 255 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો.
ટીમના મોટા ભાગનું ખેલાડીઓનું મજબૂત પ્રદર્શન રહ્યું હતું, જેમાં ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગનો સમાવેશ હતો. બોલિંગમાં જસપ્રીત બુમરાહ 4 વિકેટ), અક્ષર પટેલ (ત્રણ વિકેટ), હાર્દિક પંડ્યા (એક વિકેટ 13 બોલમાં 18 રન)એ સારું પ્રર્દશન કર્યું હતું, જ્યારે બેટિંગમાં સંજુ સેમસન (89), અભિષેક શર્મા (52), ઈશાન કિશન (54), હાર્દિક પંડ્યા (18) સહિત શિવમ દુબે (આઠ બોલમાં 26 રન) સફળ રહ્યા હતા, જેમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન નોંધાવીને પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.
256 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે તબક્કાવાર વિકેટ ગુમાવી હતી, જેમાં જસપ્રીત બુમરાહે મિશેલ સેન્ટનરની વિકેટ સાથે બીજા સ્પેલમાં વિકેટ લઈને મેચ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. નીશમના માફક એક ઓવરમાં વાજુ વીંટી દેવાના ચક્કરમાં હતો, પણ સફળ રહ્યો નહોતો. જોકે, નીશમ અને હેનરીને આઉટ કરીને 142 રનના સ્કોરે આઠ વિકેટ ગુમાવી હતી.
