મુંબઈમાં બાંદ્રા વરલી સી લિંક પરથી કૂદીને ટેક્સીચાલકની આત્મહત્યા
મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પરથી કૂદીને એક ટેક્સીચાલકે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પણ હજુ આ બ્રિજને એક અઠવાડિયા પહેલા વાહનચાલકોની અવરજવર માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે પહેલી વખત બ્રિજ પરથી અજુગતા સમાચાર જાણવા મળ્યા છે. આ અંગે મુંબઈ પોલીસે જણાવ્યુ હતું કે ગુરુવારે મોડી રાતના એક વાગ્યાના સુમારે કંટ્રોલ રુમમાં ફોન આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે એક વ્યક્તિએ રસ્તાની નજીક ટેક્સી પાર્ક કરીને આત્મહત્યા કરી લીધી હતી. ટેક્સી પાર્ક કરીને ટેક્સીચાલકે દરિયામાં ઝંપલાવ્યું હતું.
રાતના અંધારું અને દરિયાની લહેરો ઊંચી હોવાને કારણે મૃતદેહ મળ્યો નથી. વરલી પોલીસ સ્ટેશને સવારના 7.30 વાગ્યાના સુમારે દરિયામાં ઝંપલાવનારી વ્યક્તિ દાદર પોલીસ સ્ટેશનની હદમાં મળ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાયર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ અલ્તાફ મોહમ્મદ હુસૈન તરીકે કરવમાં આવી છે, જે વ્યવસાયે ટેક્સી ડ્રાઈવર હતો.
અહીં એ જણાવવાનું કે સાત દિવસ પહેલા બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 14,000 કરોડ રુપિયાના ખર્ચે કોસ્ટલ રોડને 13મી સપ્ટેમ્બરથી ખોલવામાં આવ્યો હતો. આ દરિયાઈ માર્ગ સીધો બાંદ્રા-વરલી સી લિંકને જોડે છે, જેનાથી દક્ષિણ મુંબઈ અને ઉપનગરની વચ્ચે યાત્રા સુલભ બની છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે કોસ્ટલ રોડ અને સી લિંકને જોડતા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ બીજા દિવસથી વાહનચાલકો માટે સવારના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ટ્રાવેલ સી લિંકમાં વાહન ચલાવવાની મંજૂરી આપી હતી.
આ એવો માર્ગ છે, જ્યાં ચોથો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ પૂર્વીય હિસ્સામાં વરલીથી મરીન ડ્રાઈવ અગિયારમી માર્ચે શરુ કર્યું હતું. તેનાથી મરીન ડ્રાઈવથી વરલી પંદર મિનિટમાં પહોંચી શખાય છે. આ મહત્ત્વાકાંક્ષી 10.58 કિલોમીટરના કોરિડોરને તૈયાર કરવાની યોજના ઓક્ટોબર, 2018માં શરુઆત કરી હતી.