June 30, 2025
રિલેશનશિપલાઈફ સ્ટાઈલ

લગ્નજીવનને આજીવન ટકાવવા આટલી મહત્ત્વની વાતોનું ધ્યાન રાખજો!

Spread the love

સંબંધો એવા ન હોવા જોઈએ કે વ્યક્તિને દરેક બાબત એકબીજાને પસંદ પડે કે ના પડે, પરંતુ અમુક આદતો એવી હોય છે જે પસંદ પડે નહીં. અમુક આદત જે તમારી છબિને બગાડી શકે કે પછી તમારા પાર્ટનર સાથેના સંબંધો પણ. એવી આદતોની વાત કરીએ જેનું પુનરાવર્તન કરશો નહીં, જેથી તમારા સંબંધો આજીવન ટકી શકે. પહેલી વાત તો તમે તમારા પાર્ટનરે શકની નજરે જોવાનું બંધ કરો. દરેક બાબતમાં તમે વિશ્વાસ નહીં કરો તો સંબંધોના વહાણ આગળ વધી શકશે નહીં. તમારા સંબંધોને સાચવવા માટે શું કરવું અને શું ના કરવું જોઈએ એની વાત કરીએ.
રિસ્પેક્ટ કરોઃ પુરુષ હોય કે મહિલા પણ પરસ્પરનો વ્યવહાર રિસ્પેક્ટફુલ હોવો જોઈએ. પતિ સાથે પત્ની પણ જોબ કરતી હોય કે પછી હાઉસવાઈફ કેમ ના હોય પણ પત્નીને રિસ્પેક્ટ મળવો જોઈએ. ક્યારેક પતિ ફક્ત જોબ કરતો હોય અને પત્ની હાઉસવાઈફ હોય તો પતિ પત્નીનો ક્લાસ લેવાનું કામ કરતો હોય છે તો આદતને ત્યાગવી જોઈએ. દરેક વખત પત્ની પોતાનું અપમાન સહન કરી લેતી નથી. ચાહે પછી ભણેલી હોય કે અભણ. અને એનું લાંબા ગાળા સુધી એ બાબત આદતમાં પરિણમી જાય તો એક દિવસ અલગ થવાની નોબત આવે છે.
સ્વચ્છતા રાખોઃ પતિનો બિઝનેસ હોય કે વેપારી કે પછી નોકરિયાત, પણ પતિ હંમેશાં પત્ની પણ ડિપેન્ડ રહેતો હોય છે, તેથી ચોખ્ખાઈ રાખવાની બાબતને અવગણતો રહે છે. બીજી બાજુ તમારા પાર્ટનરને સફાઈ પસંદ હોય તો તમે પણ મદદ કરી શકો છો. ઘરમાં સ્વચ્છતા નહીં રાખતા બંને પક્ષે સંબંધો બગડવાના ચાન્સ રહે છે.
પુરુષો માટે ખાસ છોકરીઓને ફ્લર્ટ કરવાનું બંધ કરોઃ તમે જ્યારે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધમાં હો અને એના સિવાય અન્ય છોકરીઓને ફલર્ટ કરવાનું ચાલુ રાખો ત્યારે સામેની વ્યક્તિ પણ તમારી આ હરકતની નોંધ લે છે. એના સિવાય તમારી પાર્ટનરની ફીમેલ ફ્રેન્ડને મહત્ત્વ આપવાનું ટાળો. ખાસ કરીને મહિલાઓ વધુ જાગૃત હોય છે. જો તમારી પાર્ટનર કરતા તેની ફીમેલ ફ્રેન્ડને મહત્ત્વ વધારે આપશો તો પોતાને ઓછું મહત્ત્વ મળી રહ્યું હોવાના અહેસાસથી તમારા સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખજો.
જૂઠ્ઠુ બોલશો નહીઃ અમુક પુરુષોને સામાન્ય બાબતમાં પણ જુઠ્ઠુ બોલવાની આદત હોય છે. જોકે, જૂઠ્ઠુ બોલવાનું પુરુષ હોય કે સ્ત્રી માટે પણ સારી વાત નથી. સંબંધોની ઈમારત વિશ્વાસ પર ટકેલી હોય છે, તેથી શક્ય એટલા તમારા સંબંધોમાં ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ, તેનાથી તમારા સંબંધો ટકેલા રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!