આઈપીએલના ધમધમાટ વચ્ચે જાણો ટીમ ઈન્ડિયાનો ‘અનલકી’ ક્રિકેટર કોણ છે?
આઈપીએલની નવી સિરીઝ શરુ થઈ રહી છે, જેમાં પહેલા પછી બીજા તબક્કાનું શેડ્યૂલ પણ જારી કરવામાં આવ્યું છે. એના પછી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની પણ તૈયારી કરશે, પરંતુ અત્યારના તબક્કે દિગ્ગજ ક્રિકેટર ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે તરસે છે. વનડે, ટેસ્ટ અને ટવેન્ટી-20 પછી ટીમ ઈન્ડિયામાં ભાગલા પડ્યા છે. ગ્રેડ પ્રમાણે ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. ખેર અંડર નાઈન્ટીન ટીમની વાત જુદી છે, જ્યારે એના સિવાય રણજી ટ્રોફી સહિત અન્ય ટીમની વાત પણ જુદી છે, પરંતુ એક એવો ક્રિકેટર છે, જે છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય ટીમમાં કમબેક કરવા જમીન આસમાન કરી રહ્યો છે, જેને ટેસ્ટ વનડે અને ઈન્ટરનેશનલ 20-20 મેચમાં પણ પોતાનું સ્થાન જમાવ્યું હતું.
એક સામાન્ય એટલે ગરીબ પરિવારમાંથી આવેલા ક્રિકેટરે મહામહેનતે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. પરિવારમાં પિતા મજૂર અને માતા ઘરકામ સાથે માછલી વેચીને પરિવારનું ભરણપોષણ કરતા, પરંતુ દીકરાએ ઘરને નવી દિશા આપી હતી. આઈપીએલમાં કરોડપતિ બન્યા પછી જિંદગી બદલી નાખી પણ હવે ગુમનામીમાં જીવન વ્યતિત કરે છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ગુજરાતની ટીમના કેપ્ટન શુભમન ગિલની વાત તો સૌકોઈ જાણે છે કે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, પણ એના માટે કપરા ચઢાણ છે, પરંતુ તમિલનાડુના ટી. નટરાજનની વાત કરીએ. તમિલનાડુમાં જન્મેલા ટી નટરાજનનો પરિવાર ગરીબ હતો. માતાપિતા પરિવારનું ભરણપોષણ કરવા સખત મહેનત કરતા, પણ નટરાજનને ક્રિકેટમાં જોરદાર રસ ધરાવતો અને નસીબ પણ ચમક્યું પંજાબ ઈલેવને ત્રણ કરોડમાં ખરીદ્યા જિંદગી બદલાઈ ગઈ હતી.
2017માં ટી. નટરાજનને પંજાબ ઈલેવને ખરીદ્યા પછી પરિવાર થોડો સદ્ધર થયો હતો. ક્રિકેટના મેદાનમાં ટી. નટરાજન ફાસ્ટ બોલર તરીકે ઝળક્યો હતો. નટરાજનની આક્રમક બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે ટીમ ઈન્ડિયાવતીથી ડેબ્યૂ પણ કર્યું હતું, પરંતુ હવે ટીમ ઈન્ડિયાથી બહાર છે. એટલું જ નહીં, ઈંગ્લેન્ડ સામેની ટવેન્ટી-20 અને વનડેમાં રમ્યા પછી તેને તક મળી નથી. ભારતીય ટીમમાં ટી. નટરાજન જેવા અનેક આશાસ્પદ ખેલાડીઓ પસંદગીકારના કોલની ઈંતજારીમાં છે.
વ્યક્તિગત સ્કોરની વાત કરીએ ટી. નટરાજનએ ભારતવતીથી એક ટેસ્ટ મેચ, બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ તેમ જ ચાર ટવેન્ટી20 મેચ રમ્યો છે. અત્યારના તબક્કે દિલ્હી કેપિટલ્સ વતીથી ટીમનો હિસ્સો બન્યો છે જેને 10 કરોડનો પગાર પણ મળે છે, જ્યારે આઈપીએલની વિકેટની વાત કરીએ તો 67 વિકેટ લીધી છે. હાલ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલર બુમરાહની બોલબાલા છે, પરંતુ ટીમમાં એવા અનેક બેટર અને બોલર એવા છે જેને ટીમમાં સ્થાન મળે, પણ આઈપીએલ કદાચ એની અગ્નિપરીક્ષા બની શકે છે. જો વધારે સફળ રહ્યા તો કદાચ ટીમ ઈન્ડિયામાં તક મળી શકે.
