ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ છે શિયાળાનું આ સુપરફૂડ, પોષત તત્વોની છે ખાણ…
શિયાળો આવે એટલે ઉંબાડિયું, ઉંધિયુ, અડદિયા, સીતાફળ, સંતરા જેવી અનેક સિઝનલ ફૂડ્સ આઈટમ્સ આંખો સામે તરવરવા લાગે છે. આજે અમે અહીં આવા જ એક શિયાળામાં મળતાં સિઝનલ ફ્રૂટની માહિતી લઈને આવ્યા છીએ. શિયાળામાં બજાર રતાળુ કે જેને આપણે શક્કરિયા તરીકે ઓળખીએ છીએ એ મોટા પ્રમાણમાં દેખાવવા લાગે છે. રતાળુનું સેવન કરવું તમામ લોકો માટે ફાયદાકારક છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તો તે આશિર્વાદરૂપ છે. ચાલો આજે તમને તમે રતાળુના સેવનથી થતાં ફાયદાઓ વિશે જણાવીએ…
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શિયાળામાં મોટા પ્રમાણમાં જોવા મળતાં રતાળુમાં ફાઈબર, વિટામિન એ, સી, બી6, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે. આ સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે રતાળુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજે આપણે અહીં આ વિશે જણાવીશું.
ઈમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરેઃ શિયાળામાં મળતા રતાળુનું સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય છે અને વાઈરલ્સ, શરદી, ઉધરસ કે અન્ય સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળે છે. જે લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ ડાઉન હોય એવા લોકોએ ખાસ રતાળુનું સેવન કરવું જોઈએ.
આંખો માટે છે બેસ્ટઃ રતાળુમાં મોટા પ્રમાણમાં વિટામિન એ મળતું હોવાને કારણે આંખો સંબંધિત સમસ્યાઓ હોય એવા લોકોએ રતાળુ ખાસ ખાવું જોઈએ. રતાળુના સેવનથી આંખોની નજર પણ સુધરે છે અને બીજી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
ડાઈજેશન સિસ્ટમ સુધારેઃ રતાળુ ખાવાના ત્રીજા અને મહત્ત્વના ફાયદા વિશે વાત કરીએ તો તેના સેવનથી ડાઈજેશન સિસ્ટમ સુધરે છે. જે લોકોનું પાચનતંત્ર નબળું હોય એવા લોકોએ ખાસ રતાળુનું સેવન કરવું જોઈએ. આ સિવાય કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત અપાવે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ: સ્વાદમાં રતાળુ મીઠું હોય છે અને તેમ છતાં તે બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ અને તેમના માટે તો રતાળુ વરદાન સ્વરૂપ છે.
હાર્ટને રાખે હેલ્ધીઃ રતાળુમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ જોવા મળે છે અને આ પોટેશિયમ જ હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરાવામાં ખૂબ મદદ કરે છે. આ સિવાય હાર્ટને હેલ્ધી રાખવામાં પણ રતાળુ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ચોક્કસ રતાળુનું સેવન કરવું જોઈએ.
વેઈટલોસમાં પણ છે કારગરઃ: આજકાલ દર બીજી વ્યક્તિ વધતાં વજનને કારણે પરેશાન છે. આવી સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે તો ચોક્કસ જ રતાળુનું સેવન કરવું જોઈએ. રતાળુમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેને કારણે વજન કન્ટ્રોલમાં રહે છે.
કઈ રીતે ખાશો રતાળુ?: રતાળુ ખાવાથી થતાં ફાયદાઓ વિશે જાણી લીધા બાદ આખરે તેને કઈ રીતે ખાશો એવો સવાલ તમને સતાવી રહ્યો હોય તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. રતાળુને તમે બાફીને, દૂધ, ખીર સાથે કે પછી શેકીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.
