શેર યા સવાશેરઃ સુઝલોન એનર્જીના સ્ટોકમાં ચાર વર્ષમાં 2400 ટકાથી વધુ જોવા મળી તેજી
સુઝલોન એનર્જીના શેરમાં ચાર વર્ષમાં 2,400 ટકાથી વધુ તેજી જોવા મળી છે. સુઝલોન એનર્જીના શેરમાં ટકાઉ તેજી જોવા મળી છે. કંપનીએ પુણે સ્થિત પોતાના કોર્પોરેટ ઓફિસ વન અર્થ પ્રોપર્ટી વેચવા માટે ઓઈ બિઝનેસ પાર્કની સાથે એક એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યા છે. સુઝલોન એનર્જીએ કોર્પોરેટ ઓફિસને 440 કરોડમાં વેચી રહી છે. સુઝલોન એનર્જીનો શેરનો ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ 84.40 રુપિયાએ પહોંચ્યો છે, જ્યારે કંપનીના શેરનો ભાવ બાવન સપ્તાહના તળિયાની સપાટીએ 21.71 રુપિયાએ રહ્યો છે.
એક લાખના રોકાણ સામે 25 લાખ થયા હોત
સુઝલોન એનર્જીના શેરના ભાવ છેલ્લા ચાર વર્ષમાં જોરદાર તેજી જોવા મળી છે. વિન્ડ એનર્જી બિઝનેસ સંબંધિત સુઝલોન એનર્જીના શેરનો ભાવ અગિયારમી સપ્ટેમ્બર 2020માં 3.03 રુપિયા હતો. કંપનીનો શેર પાંચમી સપ્ટેમ્બર 2024ના 76 રુપિયાની સપાટીએ પહોંચ્યો છે. જો કોઈ વ્યક્તિએ અગિયારમી સપ્ટેમ્બર 2020ના સુઝલોન એનર્જીના શેરમાં લાખ રુપિયા લગાવ્યા હોત તો એક લાખ રુપિયાના ખરીદવામાં આવેલા શેરની અત્યારની વેલ્યુ 25.07 લાખ રુપિયા થઈ હોત.
દોઢ વર્ષમાં 793 ટકાનો જોવા મળ્યો ઉછાળો
સુઝલોન એનર્જીના શેરના ભાવમાં અઢાર મહિનામાં 793 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના સ્ટોકનો ભાવ માર્ચ 2023માં 8.51 રુપિયા હતો. સુઝલોન એનર્જીનો શેરનો ભાવ પાંચમી સપ્ટેમ્બરના 76 રુપિયાએ બંધ રહ્યો હતો. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો કંપનીના શેરના ભાવમાં લગભગ 222 ટકાની તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર પાંચમી સપ્ટેમ્બર 2023ના 23.61 રુપિયાએ હતો, જે પાંચમી સપ્ટેમ્બરના આગળ વધીને 76 રુપિયાની સપાટીએ રહ્યો છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 97 ટકા વધ્યો
સુઝલોન એનર્જીના શેરના ભાવમાં અત્યાર સુધીમાં 97 ટકાનો ઉછાળો રહ્યો છે, જે જાન્યુઆરીમાં 38 રુપિયાના ભાવે હતો, જ્યારે ગુરુવારના પાંચમી સપ્ટેમ્બરના 76 રુપિયાની સપાટી પાર કરી હતી. છ મહિનાની વેલ્યુ ગણીએ તો પણ શેરના ભાવમાં 87 ટકા વધારો થયો છે. ટૂંકા ગાળાની વાત કરીએ તો ચાર મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં 91 ટકા તેજી રહી છે. સાતમી મેના શેરનો ભાવ 39 રુપિયાએ હતો, જે પાંચમી તારીખના 76 રુપિયા હતા.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)