December 20, 2025
ટોપ ન્યુઝનેશનલ

હવે જાહેરમાં ‘ભટકતા કૂતરા’ને ખવડાવાનું ભારે પડશે, દેશમાં કેટલા રખડતા કૂતરા છે?

Spread the love


કોર્ટનો આદેશ – ફક્ત નિર્ધારિત ફીડિંગ ઝોનમાં જ કૂતરાને ખવડાવવું, જાહેર સ્થળે ખવડાવનાર સામે કાર્યવાહી થશે

સુપ્રીમ કોર્ટે સ્ટ્રીટ ડોગ મુદ્દે હવે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના 11 ઓગસ્ટના ચુકાદા પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે, જેમાં ભટકતા કૂતરાને પકડીને શેલ્ટર હોમમાં રાખવાની વાત જણાવી હતી. આ ચુકાદા સાથે કોર્ટે બીમાર અને આક્રમક કૂતરાને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા અંગે અનેક વિરોધ અને ટીકા કરવામાં આવ્યા પછી કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે ભટકતા કૂતરાને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે નહીં. જેમને શેલ્ટર હોમમાં પૂરવામાં આવ્યા છે તેમને પણ તાત્કાલિક છોડવામાં આવે. નસબંધી અને રસી આપ્યા પછી સ્ટ્રીટ ડોગને છોડવામાં આવે. ફક્ત બીમાર અને આક્રમક કૂતરાને શેલ્ટર હોમમાં રાખવાનો નિર્ણય લીધો છે.

જાહેર સ્થળે ખવડાવવા બદલ કાર્યવાહી થશે
જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે શુક્રવારે નવો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને પણ નોટિસ જારી કરી છે. કોર્ટે દરેક મ્યુનિસિપલ બ્લોકમાં ભટકતા કૂતરાને ખવડાવવા માટે અલગથી સ્પેસ રાખવાની રહેશે. ફક્ત નિર્ધારિત જગ્યાએ કૂતરાઓને ખાવાનું આપવામાં આવે. જાહેર સ્થળોએ ખવડાવવું જોઈએ નહીં અને એમ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

દરેક વોર્ડમાં ફિડિંગ ઝોન બનાવવામાં આવે
કોર્ટે જણાવ્યું છે કે જ્યાંથી કૂતરાઓને પકડવામાં આવ્યા છે, જે જગ્યાને રિલોકેટ કરવામાં આવે. દરેક વોર્ડમાં કૂતરાને ખાવા માટે ફિડિંગ ઝોન બનાવવામાં આવશે. જાહેર સ્થળોએ આક્રમક યા સ્ટ્રીટ ડોગને ખવડાવવામાં પ્રતિબંધ રહેશે અને આ મુદ્દે જો કોઈને સમસ્યા થઈ શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન શરુ કરવામાં આવશે. ભટકતા કૂતરાને ખવડાવવા માટે ખાસ ફિડિંગ ઝોન બનાવવામાં આવે અને એના માટે એનજીઓને 25,000 રુપિયાનું ભંડોળ આપવામાં આવશે.

ભટકતા કૂતરાને એડોપ્ટ કરવા અરજી કરી શકે
કોર્ટે કહ્યું કે આદેશોનું પાલન કોઈ પણ શખસ અથવા સંગઠન અવરોધ ઊભો કરે નહીં. એની સાથે કોર્ટે કહ્યું કે પશુપ્રેમી ભટકતા કૂતરાને એડોપ્ટ કરવા અરજી પણ કરી શકે છે. એટલું જ નહીં, આ લોકોની જવાબદારી રહેશે કે એડોપ્ટ લેવામાં આવેલા સ્ટ્રીટ ડોગને ફરી સ્ટ્રીટમાં છોડે નહીં.

ભારતમાં કેટલા ભટકતા કૂતરા છે?
દુનિયામાં સૌથી વધુ એટલે 60 કરોડ ભટકતા કૂતરા ભારતમાં આવેલા છે. ભારતની 1.42 અબજની વસ્તી છે તો સમજી લો દરેક વસ્તીએ 0.042 કૂતરા છે. એટલે સમજો દર 23મી વ્યક્તિએ દેશમાં એક કૂતરો છે. એનાથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં દર વર્ષે 37 લાખ કૂતરા કરડે છે, જ્યારે દુનિયામાં કૂતરા કરડવાને કારણે 36 ટકા મોત થાય છે. દર ચાર કલાકે એક બાળકનું મોત થાય છે. ફક્ત દિલ્હીમાં 2025 સુધીમાં 35,198 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા અને 49 લોકો મોતને ભેટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!