આ અભિનેત્રીએ એક જમાનામાં કોફી શોપમાં કામ કર્યું પણ આજે રાજ કરે છે ઈન્ડસ્ટ્રીમાં…
બોલીવુડમાં અનેક અભિનેત્રીઓ છે, જે સફળતાના શિખરે પહોંચવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. દરેક ફિલ્મમાં નવા અભિયનથી લઈને શ્રેષ્ઠ એક્ટિંગ માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મી દુનિયામાં એવા અનેક કલાકારો પણ છે જેમને સફળતાએ પહોંચવા માટે પાપડ પેલવા પડ્યા છે.
ચાર દિવસમાં એની ફિલ્મે 200 કરોડની કરી આવક
આજે વાત કરીએ એવા કલાકારની કે ભલે સુપરસ્ટારની દીકરી હતી, પરંતુ રિયલ જિંદગીને જોવા જાણવા માટે કોફી શોપમાં નોકરી કરવાનો વખત પણ આવ્યો હતો. આ જ અભિનેત્રીએ બોલીવુડના ભાઈઝાન સલમાન ખાનની ફિલ્મ સુધ્ધા ઠુકરાવી હતી. હવે આજના દિવસે બોલીવુડમાં પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે પણ રાજ કરે છે. પૈસાની દૃષ્ટિએ પણ વાત કરીએ તો તેની એક ફિલ્મ ચાર દિવસમાં 200 કરોડ રુપિયા પણ કમાઈ લે છે. હવે જો તમને તાલાવેલી જાગી હોય તો ચાલો જણાવી દઈએ એ અભિનેત્રી છે કોણ.
ફિલ્મી કલાકારોનો પરિવારનું બેકગ્રાઉન્ડ
એ વાત પણ સાચી છે કે અત્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરે છે, જ્યારે તેનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મની પરિવારનું છે જેને કારણે ફિલ્મોમાં પણ જોવા મળે છે અને ફિલ્મોમાં પણ સરળતાથી લોન્ચ કરવામાં આવે છે, તેનાથી ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ધરાવે છે. આમ છતાં પોતાની અભિનય પ્રતિભાને જોરે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે. આ અભિનેત્રી દિગ્ગજ અભિનેતાની દીકરી હોવા છતાં કોફી શોપમાં કામ કરી ચૂકી છે, જે એક ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે.
સ્ત્રી 2ને લઈને ચર્ચામાં છે અભિનેત્રી
જી, હા આ બોલીવુડની અભિનેત્રી શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર છે, જે પોતાની હોરર કમ કોમેડી ફિલ્મ સ્ત્રી2ને લઈ ચર્ચામાં છે. પંદરમી ઓગસ્ટના આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે, જે ચાર દિવસમાં તો 200 કરોડ રુપિયાએ આવક પહોંચી છે. આ ફિલ્મમાં ફરી એક વખત રાજકુમાર રાવ, અભિષેક બેનરજી, પંકજ ત્રિપાઠી જોવા મળે છે. શ્રદ્ધા કપૂરે પોતાની કારકિર્દીમાં અનેક હીટ ફિલ્મો આપી છે, જેની ફેન એન્ડ ફોલોઈંગ પણ વધારે છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂરના ફેનની સંખ્યા તગડી છે.
માતાપિતાની ઈચ્છા તો ડોક્ટર બનાવવાની હતી
શ્રદ્ધા કપૂર પોતાની સાદગીને લઈને ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ધરાવે છે. પોતાનું નામ બનાવવા માટે કોફી શોપમાં પણ કામ કર્યું હતું. શ્રદ્ધા કપૂરની મા શિવાંગી કપૂર છે, જે પદ્મિની કોલ્હાપુરની બહેન છે. શ્રદ્ધા કપૂર લત્તા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરની પૌત્રી પણ છે. શ્રદ્ધા કપૂર મલ્ટિ પર્સાનાલિટી છે, જે ફિલ્મોમાં કામ કરવાની સાથે સિંગિંગમાં રસ ધરાવે છે. અભ્યાસ પણ વિદેશમાં કર્યો છે, જ્યારે પોતાનો વ્યક્તિગત ખર્ચ કરવા માટે કોફી શોપમાં કામ કર્યું હતું. ફિલ્મીજગતની વાત માનીએ તો શ્રદ્ધા કપૂરે સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવાની પણ ઓફર મળી હતી, પરંતુ અભ્યાસને કારણે એ ઓફર ઠુકરાવી હતી. માતાપિતાની ઈચ્છા તો ડોક્ટર બનાવવાની હતી, પરંતુ શ્રદ્ધા કપૂરનું નસીબ એક્ટિંગમાં હતા અને આખરે ઝંપલાવ્યા પછી સફળતા પ્રાપ્ત કરી હતી.
તીન પત્તીથી બોલીવુડમાં કરી એન્ટ્રી
શ્રદ્ધા કપૂરે 2010માં તીન પત્તી ફિલ્મમાં કામ કર્યું હતું એના પછી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ થયા છે, જ્યારે 19 ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક ફિલ્મોમાં કામ કરવા છતાં અમુક ફિલ્મો સુપરહીટ રહી હતી. આદિત્ય રોય કપૂરની આશિકી 2માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. એના સિવાય એક વિલન, હૈદર, એબીસીડી2, બાગી અને સ્ત્રી વગેરે ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સફળ રહી છે.