ક્યા બાત હૈઃ ખંડાલાની હોટેલમાં વેઈટરની રાહ જોવામાં બન્યું એ સુપરહિટ ગીત…
વેઈટરને બૂમ પાડતા-પાડતા શંકર-જયકિશને તૈયાર કરી એવી ધૂન, જે 70 વર્ષ પછી પણ લોકોના દિલમાં જીવંત છે.
ભારતીય સિનેમાના અમુક ગીતની ચમક અને જાદુ દાયકાઓ પછી પણ ફિક્કો પડ્તો નથી. આજે પણ એવા યાદગાર ગીતોને ગાવામાં મોજ પડી જાય છે. વાસ્તવમાં સંગીત દરેક ફિલ્મનો મસાલાસમાન ગણવામાં આવે છે. મ્યુઝિક દરેક જગ્યાએ હોય છે, જેને ફક્ત એ સમયે સાંભળવાની જરુરિયાત હોય છે. જેમ કે પાણી ટપકવાનો અવાજ, પાંદડાના ખડખડનો અવાજ કે પછી કોઈના પગરવનો અવાજ, ટ્રાફિકમાં ફસાયેલી ગાડીના હોર્નમાં કે દરેક જગ્યાએ શોરબકોર હોય છે, જેમાં મ્યુઝિક છુપાયેલું છે. વાત કરીએ એવા મ્યુઝિકની જે ક્યારેક મ્યુઝિક સ્ટુડિયોની બંદ રુમની દીવાલોમાં બનતું હતું તો ક્યારેક પહાડોમાં. એવા ગીતની વાત કરીએ જેની રસપ્રદ પ્રક્રિયા હતી. એવું ગીત જેનો અવાજ એક ચાની દુકાનમાં વેટરના અવાજ લગાવવાથી કર્યો હતો. એ વેઈટર તો ગીત બનાવનારાની પાસે મોડો પહોંચ્યો હતો, પરંતુ હિન્દી ફિલ્મી દુનિયામાં એવું ગીત આપ્યું કે જેનો જાદુ 70 વર્ષ પછી પણ અકબંધ છે.

વસ્તાવૈયા હિન્દી નહીં પણ તેલુગુ શબ્દ છે
હકીકતમાં એ ગીતની ખાસિયત છે કે એ હિંદી ગીતમાં તેલુગુની છાપ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે સાંભળનારાએ એની વાત પર ધ્યાન આપ્યું નહોતું. વાત કરી રહ્યા છે અમે ફિલ્મ ‘શ્રી 420’ના સુપરહીટ ગીતની. ‘રમૈયા વસ્તાવૈયા’ ગીતની, જેમાં ‘વસ્તાવૈયા’ એક તેલુગુ શબ્દ છે. એનાથી આગળ ‘રમૈયા વસ્તાવૈયા’ નામે ભૂતકાળમાં એક હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે. 2023માં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં પણ એનો ઉપયોગ કર્યો હતો અને ગીતના શબ્દો ‘નોટ રમૈયા વસ્તાવૈયા’ હતા.
ચાર જણની જોડી સમય પસાર કરવા ખંડાલા જતા
વાત કરીએ ગીતની. પચાસના દાયકાની ફિલ્મમાં રાજ કપૂરના આરકે ફિલ્મના બેનર હેઠળ શ્રી 420 બનાવવામાં આવી હતી. રાજ કપૂર અને નરગિસ અને નાદિરા અભિનિત ફિલ્મમાં મ્યુઝિક શંકર જયકિશને આપ્યું હતું. આ ફિલ્મમાં આઠ ગીત હતા, જેમાં પાંચ શૈલેન્દ્રએ લખ્યા હતા. ઉપરાંત, બીજા ત્રણ ગીત હસરત જયપુરીએ. ફિલ્મ નિર્માણ વખતે એક વખતે શંકર, જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરી મુંબઈથી નજીકના હિલસ્ટેશન ખંડાલા ગયા હતા. ચારેય લોકો મોટા ભાગે શાંતિ માટે ખંડાલા જતા હતા, જ્યાં મોટા ભાગનો સમય પસાર કરતા અને ફિલ્મોના ગીત-મ્યુઝિક માટે કામ કરતા હતા.
ખંડાલાની એ હોટેલમાં વેટરનું નામ હતું રમૈયા
ખંડાલામાં શંકર, જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરી ચા-નાશ્તા માટે એક હોટેલમાં જતા, જ્યાં શંકરની પસંદગીની એક ચાની દુકાન હતી. આ શંકર એટલે પૂરું નામ શંકરસિંહ રામ સિંહ રઘુવંશી હતું, જ્યારે જન્મ હૈદરાબાદમાં થયો હતો. ખંડાલામાં જ્યાં હોટેલમાં રોકાતા હતા, ત્યાંનો વેઈટર રમૈયા તેલુગુ ભાષી હતો. એ વખતે શંકર તેલુગુમાં જ વાત કરતા હતા. એ દિવસે ચારેય જણ હોટેલમાં બેઠા ત્યારે શંકરે રમૈયાને ઓર્ડર માટે બૂમ લગાવી હતી. તેલુગુમાં વસ્તાવૈયાનો અર્થ અહીં આવ થાય. શંકરે વેઈટરે અવાજ લગાવીને રમૈયા વસ્તાવૈયા.

શંકર-જયકિશનની રમઝટમાં રમૈયા-વસ્તાવૈયાનું થયું સર્જન
રમૈયા એ વખતે બીજા ગ્રાહકનો ઓર્ડર લેવામાં વ્યસ્ત હતો એટલે શંકરને થોડા સમય માટે રોકવા જણાવ્યું. થોડી વાર પછી પણ એ ના આવ્યો ત્યારે શંકર અધીરો બની ગયો અને એના પછી વારંવાર રમૈયા વસ્તાવૈયા, રમૈયા વસ્તાવૈયા, રમૈયા વસ્તાવૈયાની માળા કરવા લાગ્યા. બસ, અને એ ધુન તૈયાર થઈ એ ગીતની. જયકિશને શંકરને એક સૂરમાં રમૈયા વસ્તાવૈયા બોલ્યો તો સૂરીલું લાગ્યું હતું. જયકિશને એ વખતે ટેબલ પર જાણે તબલાનો તાલ આપી રહ્યા હોય એમ વગાડવા લાગ્યા. થોડા સમય માટે એ જ ચાલુ રાખ્યું. ઘડીભરની સૂર-તાલની રમતમાં નવો ગીતનો જન્મ થવાનું શંકર જયકિશનને લાગ્યું, પણ એનાથી હસરત જયપુરી બોર થઈ ગયા હતા, જ્યારે શંકરને સામે કહ્યું રમૈયા વસ્તાવૈયાથી આગળ બોલવાનું છે. બીજી બાજુ ગીતકાર શૈલેન્દ્રએ તો જાણે ગીત જ લખી નાક્યું મૈને દિન તુઝકો દિયા, મૈંને દિન તુઝકો દિયા.
રાજ કપૂરને પણ આ ગીતની ધૂન પસંદ પડી થઈ ગઈ કમાલ
આ કિસ્સો આગળ વધ્યો તો એકમાંથી બે લાઈન બન્યા પછી લોકોની બહુ પસંદ પડી અને એના પછી રમૈયા આવ્યો અને ઓર્ડર પણ આપ્યો. ચારેય જણ મુંબઈ પરત ફર્યા પછી રાજ કપૂરને ધૂન સંભળાવી તો ખુશ થઈ ગયા અને એને આગળ લખવા સજેશન આપ્યું. શૈલેન્દ્ર કલમ લઈને બેઠા તો શંકર-જયકિશન તબલા-હારમોનિયમ લઈને બેઠા. આ ગીત તો તૈયાર થયું પણ અવઢવ હતી કે આ રમૈયા તો ઠીક પણ વસ્તવૈયા શબ્દ તેલુગુ હોવાથી લોકોને ખબર પડશે નહીં, પરંતુ એનાથી કોઈ ફર્ક પડ્યો નહીં અને ગીત તૈયાર થયું અને લોકપ્રિય પણ બની ગયું. આજે પણ ઘરે ઘરે જાણીતું છે, તેમાંય ગીત સાથે ફિલ્મ સુપર હીટ સાબિત થયું.

પ્યાર હુઆ ઈકરાર હુઆ અને રમૈયા વસ્તાવૈયા ‘કલ્ટ’નો દરજ્જો મળ્યો
1955માં જ્યારે શ્રી 420 ફિલ્મ રિલીઝ થયું ત્યારે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી નાખ્યા. એ જમાનામાં ફિલ્મે 3.9 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાં બે કરોડનું નેટ ક્લેક્શન, જ્યારે ફિલ્મના તમામ ગીત સુપરહીટ રહ્યા છે. આ ફિલ્મના બે ગીત પ્યાર હુઆ ઈકરાર હુઆ અને રમૈયા વસ્તાવૈયા હિન્દી સિનેમામાં કલ્ટનો દરજ્જો મળ્યો હતો. લતા મંગેશકર, મોહમ્મદ રફી અને મુકેશના અવાજનો જાદુ ચાલ્યો. આ ફિલ્મનો ગીત ખંડાલાની ચાની દુકાન પર રમૈયા વેઈટરને બૂમ મારવી અને એની રાહ જોવામાં સમય વીતાવવામાં ગીત બનાવવું અને આજે 70 વર્ષ પછી પણ લોકજીભે એ ગીત અચૂક રમતું હોય છે.
યાદ કરી લો એ ગીતના શબ્દો
રમૈયા વસ્તાવૈયા, રમૈયા વસ્તાવૈયા, મૈંને દિલ તુઝકો દિયા, મૈંને દિલ તુઝકો દિયા…
