June 30, 2025
મનોરંજનહોમ

Sunday Special: આજે બોલીવુડના સુપરસ્ટાર અને દીકરીનો પણ છે જન્મદિવસ

Spread the love


રાજકારણમાં ‘કાકા’એ નસીબ અજમાવ્યું હતું પણ…

બોલીવુડના સુપરસ્ટારનું નામ લેવા જાવ તો તમને એક કરતા અનેકના નામ યાદ આવે, પરંતુ સૌથી પહેલું નામ તો આજે રાજેશ ખન્ના ઉર્ફે કાકાનું અવશ્ય લેવું પડે. પોતાની ફિલ્મોને લઈ આજે પણ નવયુવાનોના દિલોમાં કરે છે રાજ. આજે રાજેશ ખન્ના આપણી પાસે નથી, પરંતુ એમનો ડાયલોગ બાબુ મોશાય જિંદગી લંબી હોની ચાહિયે. આજે પણ સૌની જબાન પર આવી જાય છે. એમની એક્ટિંગ, ડાયલોગને કારણે આજે પણ કાકા આપણી વચ્ચે ચોક્કસ ઉપસ્થિત છે. આજે એમનો જન્મદિવસ છે, ત્યારે એમના જીવનની વિશેષ પણ અજાણી વાતો જાણીએ. બીજી મહત્ત્વની વાત કરીએ તો આજે દીકરી ટવિન્કલ ખન્નાનો પણ જન્મદિવસ છે.
bollywoodshadis.com image source
કાકાના કહેવાથી ફિલ્મલાઈનમાં કામ કર્યું
રાજેશ ખન્ના એક અભિનેતા જ નહીં, ફિલ્મ નિર્માતા અને કુશળ રાજકારણી પણ હતા. 29મી ડિસેમ્બર 1942માં અમૃતસરમાં જન્મેલા રાજેશ ખન્નાનું અસલી નામ જતિન ખન્ના હતું. તેમના કાકા ઈચ્છતા હતા કે તેઓ ફિલ્મોમાં કામ કરે. કાકાના કહેવાથી જતિન ખન્નાએ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. પરિવારની વાત કરીએ તો જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં અને બે દીકરી જન્મી. ટવિન્કલ ખન્ના અને રિંકી ખન્ના. ટવિન્કલ ખન્નાએ ફિલ્મી દુનિયામાં ઝંપલાવ્યું અને સફળ પણ રહી.
સૌથી પહેલી ફિલ્મ ‘આખિરી ખત’થી કરી
રાજેશ ખન્ના ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા થિયેટર કરતા હતા. ત્યાર બાદ ફિલ્મ લાઈનમાં ઝંપલાવ્યું હતું. જતિન ખન્નાએ સૌથી પહેલી ફિલ્મ 1966માં આખિરી ખત કરી હતી. ચેતન આનંદની પહેલી ફિલ્મ કર્યા પછી અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું અને સફળ પણ રહી હતી. સૌથી મોટી વાત એ હતી કે બોલીવુડમાં 17 બ્લોકબ્લસ્ટર ફિલ્મ આપનારા પહેલા સુપરસ્ટાર હતા. ત્યારબાદ ફિલ્મી દુનિયાના સુપરસ્ટાર તરીકે ગણતરી થતી હતી.
કોંગ્રેસ પાર્ટીના પણ નેતા બન્યા હતા
રાજેશ ખન્નાની સફળ ફિલ્મોની વાત કરીએ તો આરાધના, દો રાસ્તે, ખામોશી, સચ્ચા જુઠ્ઠા, ગુડ્ડી, કટી પતંગ, સફર, દાગ અમર પ્રેમ, રાજ, ઓરત, બહારો કે સપને, ઈત્તેફાક, ડોલી જેવી વગેરે ફિલ્મોએ ચાહકોમાં લોકપ્રિયતા મેળવી હતી. હીટ ફિલ્મોને કારણે તેમના ચાહકોમાં મહિલા વર્ગનો વિશેષ સમાવેશ થતો હતો. રાજેશ ખન્નાએ ફિલ્મોમાં સફળતાનો સ્વાદ ચાખ્યા પછી રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. રાજેશ ખન્નાએ કોંગ્રેસ પાર્ટીના નેતા પણ બન્યા હતા, પરંતુ સફળ રહ્યા નહોતા. એની વધુ વાત આગામી દિવસે.
આજે રાજેશ ખન્ના અને ટવિન્કલનો જન્મદિવસ
બોલીવુડમાં કદાચ આવો સંજોગ ભાગ્યે જ કોઈનો હશે કે એકસાથે દીકરી અને પિતાનો જન્મદિવસ હોય. 29 ડિસેમ્બરના રાજેશ ખન્નાની સાથે ટવિન્કલ ખન્નાનો જન્મદવિસ છે. રાજેશ ખન્નાને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 18મી જુલાઈ, 2012ના રાજેશ ખન્નાનું નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!