Sunday Special: જાણો આજનું અંક જ્યોતિષ?
અંક જ્યોતિષ દ્વારા આંકડાના માધ્યમથી પણ વ્યક્તિના વિષય અને ભવિષ્ય અંગે જાણકારી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલના થયો હોય તો જન્મતારીખના અંકનો યોગ 2+3=5 આવે છે. એટલે પાંચ એ વ્યક્તિનો મૂળાંક છે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ અગિયાર હોય તો તેનો 1+1=2 થાય છે. જન્મતિથિ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષનો કુલ યોગ ભાગ્યાંક કહેવાય છે. જેમ કે કોઈનો જન્મ 22-04-1996 હોય તો એના તમામ સરવાળાનો ભાગ્યાંક બને છે. એટલે 2+2+0+4+1+9+9+6=33 3+3 6 એટલે તેનો ભાગ્યાંક છ કહેવાય છે. તમે પણ તમારા ભાગ્યાંકને આધારે અમે જણાવીશું તમારા સ્ટાર તમારા અનુકૂળ છે કે નહીં. આજનો દિવસ પડકારજનક છે કે નહીં કે તમને કઈ તક મળી શકે છે. તો ચાલો આજે અમે તમને અંકશાસ્ત્રના માધ્યમથી જણાવીએ કે તમારા મૂળાંક, શુભ અંક અને લકી કલર કયો છે.
એક નંબરઃ એક નંબરના ભાગ્યાંકવાળા માટે હાલમાં બીજા સાથે રહેવાનું તમને ઉત્સાહિત બનાવે છે, પણ આગામી દિવસોમાં તમારી ક્રિયેટિવિટી બતાવવાની તક મળી શકે છે. તમારા ડ્રીમ યા તમારા વિચારાને સાકાર કરવા માટે સખત મહેનત કરો. તમારા માટે બાવન નંબર શુભ છે, જ્યારે સિલ્વર કલર શુભ માનવામાં આવે છે.
બે નંબરઃ બે નંબરના મૂળાંકવાળી વ્યક્તિ આજે ઘર અને કામ બંને વચ્ચે તાલમેલ જાળવી રાખશો. તમારા પરિવાર અને નજીકના લોકોનું મનોરંજન કરશો. તેમની સાથે હળવા-મળવામાં સમય પસાર કરશો. તમારું મનપસંદ કામ કરો પણ તમારા કામકાજ યા ફરજોને ભૂલતા નથી. બે નંબરના જાતકો માટે શુભ અંક 22 અને ગ્રે કલર લકી રહેશે.
ત્રણ નંબરઃ તમારા માતાપિતા અને ખાસ કરીને માતાના સંપર્કમાં રહો. તમારા માટે મરમ્મત કામકાજમાં મદદ અથવા કોઈ નવીનીકરણ યોજના માટે પરિવારમાંથી પણ કોઈનું આમંત્રણ આવી શકે છે. ત્રણ નંબરના મૂળાંકવાળા લોકો માટે બાર નંબર શુભ છે, જ્યારે ગ્રીન કલર શુભ રહેશે.
ચાર નંબરઃ ચાર નંબરના મૂળાંકવાળી વ્યક્તિએ આજના દિવસે નવું શીખવાો પ્રયાસ કરવો જોઈએ. કુદરત સાથે પણ સમય પસાર કરો. ઘરે રહેવાનું તમારા માટે સુરક્ષિત અનુભવ-અહેસાસ કરાવશે. પરિવારની સાથે પસાર કરેલો સમય તમને શાંતિ આપશે. તમારા મનને શાંત રાખો અને ગુસ્સા પર પણ કાબૂ રાખો, જે તમારા માટે હિતકારી રહેશે. ચાર નંબરના અંકવાળી વ્યક્તિ માટે આજે બે નંબર અને ક્રીમ કલર શુભ રહેશે.
પાંચ નંબરઃ પાંચ નંબરના ભાગ્યાંકવાળી વ્યક્તિ ખાસ કરીને અત્યારનો સમય જરા સાચવી લે. જીવનનો આ સમય તમને કામ અને પરિવારની સાથે સાથે આત્મવિશ્વાસ અને વિશ્વાસમાં વધારો કરવાનો છે. ઘરેલુ મુદ્દા જેમ કે વ્યવસાય કે નોકરી સંબંધમાં વિચારશો. પાંચ નંબરના ભાગ્યાંકવાળી વ્યક્તિ માટે પીળો અને 15 આંકડો શુભ રહેશે.
છ નંબરઃ જન્મ તારીખ અને સમગ્ર મહિના-વર્ષ સાથે પણ જો છ નંબરનો ભાગ્યાંક થતો હોય તો ઘર-પરિવાર યા સંબંધીઓના સંબંધિત ચિંતાઓને કારણે થોડો સમય વિચાર માટે કાઢજો. તમારા વિચારો અને શબ્દોને વિચારો યા કોઈ લેખ લખો કે તમે તસવીર યા ફોટોગ્રાફી કરીને પણ હળવા થઈ શકો છો. તમારો મનપસંદ સમય ગીતો પણ સાંભળી શકો છો. તમારા માટે ત્રણ નંબર અને ગોલ્ડન કલર શુભ છે.
સાત નંબરઃ ખાણીપીણીમાં ધ્યાન રાખો અને ખાસ હેલ્થી રહેવા માટે થોડો સમય તમારી જાત માટે ફાળવો. તમારા માટે નવી શરુઆત માટે તૈયાર રહો. અત્યારનો સમય પડકારોનો સામનો કરવા માટે ઉત્તમ છે. સાત નંબરના ભાગ્યાંકવાળી વ્યક્તિ માટે 27 નંબર બેસ્ટ છે, જ્યારે વાયોલેટ કલર શુભ માનવામાં આવે છે.
આઠ નંબરઃ માનસિક રીતે તમે બહુ સક્રિય રહો છો, તેથી તમે તમામ કામકાજ સરળતાથી પાર પાડી શકો છો. કોઈ પણ કોઈ એક કામમાં ધ્યાન કરવાનું તમારા માટે મુશ્કેલ રહે છે. જોકે, તમારા માટે 14 નંબર શુભ માનવામાં આવે છે, જ્યારે રેડ કલર શુભ છે, જેથી તમે 14 તાીખના પણ તમે કોઈ શુભ કામ કરી શકો છો.
નવ નંબરઃ નવ નંબરના ભાગ્યાંકવાળી વ્યક્તિએ ખાસ કરીને નજીકના લોકોથી જ સંકટ-જોખમનો સામનો કરી રહ્યા છે. બહારગામ યા કોઈ પ્રવાસની યોજનામાં ફેરફાર કરી શકો છો. આજે બોનસ યા અન્ય રીતે કોઈ નાણાકીય ફાયદો થઈ શકે છે. નવ નંબરના જાતકો માટે બાર નંબર અને લેમન કલર શુભ રહેશે.