December 20, 2025
એસ્ટ્રોલોજી

કુંભ રાશિમાં થશે સૂર્યનું ગોચર, દસ દિવસ બાદ આ રાશિના સુધરી જશે દિવસ…

Spread the love

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાની ચોક્કસ સમયમર્યાદા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તમામ ગ્રહોમાં સૌથી વધારે ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ શનિ છે. જ્યારે વાત કરીએ ગ્રહોના રાજા સૂર્યની તો સૂર્ય દર મહિને ગોચર કરે છે અને આમ સૂર્યને એક રાશિચક્ર પૂરું કરવા માટે 12 મહિનાનો સમય લાગશે. આવો આ સૂર્ય દસ દિવસ બાદ એટલે કે 13મી ફેબ્રુઆરીના ગોચર કરવા જઈ રહ્યો છે.

સૂર્ય એક વર્ષ બાદ શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સૂર્યનું કુંભ રાશિમાં થઈ રહેલું ગોચર તમામ રાશિઓ માટે ઓછા-વધતા પ્રમાણમાં લાભદાયી રહેવાનું છે, પણ ત્રણ રાશિઓને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ.

મેષઃ મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ થઈ રહેલું ગોચર ધનલાભની તક લાવી રહ્યું છે. આ સમયે મેષ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. આવકના નવા નવા સ્રોતમાં વૃદ્ધિ થશે. રોકાણની યોજનાઓથી પણ વિશેષ લાભ થશે. અટકી પડેલાં કામ પણ ઝડપથી પૂરા થશે. નવું કામ શરૂ કરવા માટે બેસ્ટ સમય.

વૃષભઃ વૃષભ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે વિશેષ લાભ થશે, પ્રમોશન વગેરે થશે. વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે. રોકાણથી વધારે નફો કમાવશો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે. કોઈ જૂની બીમારીમાંથી રાહત મળશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સુધરશે.

વૃશ્ચિકઃ આ રાશિના જાતકોની નવું વાહન કે નવું ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. જીવનમાં ખુશહાલીઓ આવશે. સમાજમાં માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. માથા પરથી દેવું ઓછું થશે. ખર્ચમાં કમી આવશે અને એને કારણે બેંક બેલેન્સ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!