દુનિયાની ટોપની કરન્સી સામે ડોલર પણ ‘નતમસ્તક’ છે, ના ખબર હોય તો જાણો?
દુનિયામાં અમુક કરન્સી એવી પણ છે, જેના માટે તમારે ત્રણેક ડોલરનો ખર્ચ કરવો પડે. એટલે ડોલર પાઉન્ડ પણ એ કરન્સી સામે પાણી ભરે છે. હાલમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દુનિયામાં ટેરિફને લઈ ચર્ચા છે, જ્યારે એના પગલે પગલે પણ અન્ય દેશો પણ વધારે ટેરિફ લેવાનું ચાલુ કરશે તો દુનિયાની વેપારી પ્રણાલી પર ગંભીર અસર થશે. આજે પણ ડોલર-પાઉન્ડ પોતાના અર્થતંત્રની જોરે દુનિયાને ઝુકાવવાનો પ્રયાસ કરે છે પણ આ બંને કરન્સીને દુનિયાની દિગ્ગજ કરન્સી સામે પાણી ભરવું પડે છે તો જાણીએ.
દુનિયાની માર્કેટમા ડોલર-પાઉન્ડની બોલબાલા છે, પરંતુ દિગ્ગજ કરન્સી સામે ત્રણ ચાર ડોલર ખર્યવાની નોબત આવે છે. સૌથી મોંઘી કરન્સી તરીકે ડોલર, યુરો પાઉન્ડનું નામ લો પણ અમુક કરન્સી સામે યુરો-ડોલરને નતમસ્તક થવું પડે છે. સૌથી પહેલા તો કુવૈતી દીનાર કુવૈતની નેશનલ કરન્સી છે. ટેક્સ ફ્રી ઈકોનોમી અને મજબૂત ઓઈલ રિઝર્વને કારણે કુવૈતી દીનાર દુનિયાની સૌથી મજબૂત કરન્સી છે. અહીંની પ્રત્યેક નાગરિકદીઠ જીડીપીના હિસાબથી કુવૈત દુનિયાના સૌથી અમીર દેશ પૈકીનો એક છે. એક કુવૈતના દીનાર પર તમારે 3.27 અમેરિકન ડોલર ખર્ચ કરવાના રહે છે.
કુવૈતના દીનાર પછી બહેરીન દીનારનો ક્રમ આવે છે. સઉદી અરેબિયાની ફારસની ખાડી સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. કુવૈતના માફક મજબૂત ઓઈલ સંપદા છે. મોંઘવારી દર ઓછો છે અને ઈકોનોમી મજબૂત છે. રાજકીય સ્થિરતાને કારણે પણ કુવૈતનો દીનાર પણ મજબૂત છે. એક બહેરીન દીનારની સામે ડોલરની વેલ્યુ 2.65 અમેરિકન ડોલર બરાબર છે.
ઓમાની રિયાલ અને જોર્ડિયન દીનારની વાત કરીએ તો ઓમાન સંયુક્ત આરબ અમીરાત અને યમનની વચ્ચેનો દેશ છે. પડોશી દેશની માફક ગેસ અને ઓઈલનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે, જ્યારે દુનિયાના દેશમાં ઉત્પાદનની માગ રહે છે, તેથી કરન્સીમાં વિશેષ રોકાણ થાય છે, જેને કારણે કરન્સીમાં ફાયદો રહે છે.
એક ઓમાની રિયાલ સામે 2.60 અમેરિકન ડોલરનો ભાવ છે. આ ઉપરાંત,ચોથા ક્રમે જોર્ડનનો દીનારનું નામ લેવાય છે. એક જોર્ડનના દીનાર સામે 1.41 ડોલરનો ભાવ છે. પાંચમા ક્રમે બ્રિટનનો પાઉન્ડનો નંબર આવે છે. પંદરમી સદીથી સૌથી જૂની કરન્સી છે અને પ્રચલિત પણ છે. અમેરિકન ડોલરથી પણ પાઉન્ડ વધારે મજબૂત છે. બ્રિટને પોતાના વ્યાજદર ઘણા સમયથી સ્થિર રાખ્યા છે, જ્યારે એક પાઉન્ડની સામે 1.32 અમેરિકન ડોલરનો ખર્ચ કરવો પડે છે.
