December 20, 2025
ટેકનોલોજી

દેશમાં ક્યારે લોન્ચ થશે સ્ટારલિંક ઈન્ટરનેટ, સેટઅપ અને સ્પીડ કેટલી હશે?

Spread the love

જાણો આ સર્વિસ ભારતીયો માટે કેવી રીતે ગેમ-ચેન્જર સાબિત થશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં?

દેશ-દુનિયા અત્યારે ઈન્ટરનેટ પર ચાલે છે. કિચનમાં કૂકિંગથી લઈને એન્ટરટેઈનમેન્ટ બધુ હવે તમારી હથેળીમાં ઉપલબ્ધ છે. માણસને હવે કોઈની જરુરિયાત રહી નથી. સમજોને તમને હવે ક્યાંય કોઈ માણસ એકલો જોવા મળશે નહીં. જવા દો મૂળ વાત કરીએ. ભારતમાં ઈન્ટરનેટ વાપરનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડોમેસ્ટિક તુલનામાં હવે ઈન્ટરનેશનલ લેવલે પણ લોકોને ઝડપી ઈન્ટરનેટ પૂરું પાડવા માટે એલન મસ્ક તૈયાર થઈ ગયા છે. એલન મસ્કની સેટેલાઈન ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને હવે તમામ સરકારી મંજૂરી મળી છે, જે જાન્યુઆરી 2026 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. શું ફાયદો ભારતીયોને થશે અને કિંમત પણ કેટલી હશે એની વાત પણ જાણીએ.

યૂઝર્સને ખાસ સ્ટેબલ અને ઝડપી ઈન્ટરનેટ આપવાનો ઉદ્દેશ
સ્ટારલિંક ભારતમાં કામ કરવા માટે તમામ સરકારી મંજૂરીઓ મળી ગઈ છે ફક્ત SATCOM ગેટવે અને અમુક નેટવર્ક માટે લાઈસન્સ લેવાનં બાકી છે, જેથી આગામી ત્રિમાસિકગાળા અથવા વર્ષની શરુઆતમાં સર્વિસ મળી શકે છે. સરકારે હાલના તબક્કે બે મિલિયન કનેક્શનની મર્યાદા નક્કી કરી છે, જેથી માર્કેટનું સંતુલન બગડે નહીં.
ભારતમાં સ્ટારલિંક સર્વિસની શરુઆતનું સેટઅપ લગભગ 30,000 રુપિયા થવાની અપેક્ષા છે. મંથલી પેકેજ 3,300 રુપિયા હોઈ શકે છે, જ્યારે એવું પણ કહેવાય છે કે અલગ અલગ ક્ષેત્રના હિસાબથી પેકેજની કિંમતમાં પણ બદલાવ આવી શકે છે. યૂઝર્સને સ્ટેબલ અને ઝડપથી ઈન્ટરનેટ કનેક્શન મળે એનો ઉદ્દેશ પણ ધ્યાન રાખવામાં આવશે.

ફાઈબર કનેક્શનના વિનાના વિસ્તાર માટે સ્ટારલિંગની સુવિધા
સ્ટારલિંક ભારતમાં 25Mbpsથી 225Mbps સુધી ઈન્ટરનેટની સ્પીડનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્પીડ પારંપારિક શહેરી ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોઈ શકે છે, પરંતુ ગ્રામીણ અને દૂરના અંતરિયાળ વિસ્તારો માટે આ મોટી સુવિધા હશે. સ્ટારલિંક ખાસ કરીને એવા વિસ્તારો માટે ડિઝાઈન કરવામાં આવી છે, જ્યાં પારંપારિક બ્રોડબેન્ડ અથવા ફાઈબર કનેક્શન મળતું નથી.

ગ્રામીણ ભારત માટે સૌથી વધુ જરુરી છે સ્ટારલિંક
સ્ટારલિંકની સૌથી મહત્ત્વની વાત એ છે કે એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં આવશે, જ્યાં નેટવર્કની સમસ્યા હોય છે. શહેરોમાં આ સુવિધા મોંઘી અને ધીમી હશે, પરંતુ ગામડા અને પહાડી વિસ્તારો માટે ગેમચેન્જર બની શકે છે, જ્યારે ડિજિટલ ઈન્ડિયાના ડ્રીમને પૂરું કરવામાં સ્ટારલિંકનું મોટું યોગદાન રહેશે. વધારે પૈસા અને મર્યાદિત સ્પીડ હોવા છતાં આ સર્વિસ લાખો લોકોને પહેલી વખત હાઈ સ્પીડ ઈન્ટરનેટથી જોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!