શેર યા સવાશેરઃ એક વર્ષમાં 53,000 ટકાનો ઉછાળો આવ્યો, કયો છે છપ્પરફાડ Stock?
શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્કે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું હતું. માન્યામાં નહીં આવે, પરંતુ 10,000 રુપિયાના રોકાણ પર પોઝિશનલ રોકાણકારોને 53 લાખ રુપિયાનું રિટર્ન આપ્યું હતું. કંપનીએ એક વર્ષ દરમિયાન શેરના ભાવમાં 53,000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અસાધારણ રિટર્ન આપ્યા પછી કંપનીના શેરના ભાવ હજાર રુપિયાની સપાટીએ પહોંચ્યો છે.
મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્કનો ભાવ પાંચમી ઓક્ટોબર 2023ના 1.73 રુપિયા હતો, જે ચોથી ઓક્ટોબરે શુક્રવારે શેરનો ભાવ 922.25 રુપિયા રહ્યો હતો. શેરના ભાવમાં બે ટકાની અપર સર્કિટ લાગી હતી, જેથી એક વર્ષમાં શેરના ભાવમાં 53,000 ટકાનો ફાયદો થયો છે.
10,000 રુપિયાનું રોકાણ કર્યું હોત તો…
2023માં પાંચમી ઓક્ટોબરના જો કોઈ રોકાણકારે કંપનીમાં 10,000 રુપિયાનું રોકાણ કર્યું હોત તો એટલે 5,780 શેર લીધા હોય તો શુક્રવારે માર્કેટમાં બંધ થયેલા ભાવ (922 રુપિયાના ભાવ) પ્રમાણે રોકાણકારના શેરના ભાવ 53,30,605 રુપિયા થયા હોત. અલબત્ત, 10,000 રુપિયાના રોકાણમાં 53 લાખ રુપિયાનો ફાયદો થયો હોત. કંપનીના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કંપનીનો હિસ્સો સબ ટીવીમાં છે. કંપનીનું સંચાલન મસ્તી, દબંગ, ધમાલ ગુજરાત વગેરેમાં કરે છે.
કંપનીમાં પબ્લિકનો 40.25 ટકા હિસ્સો
શ્રી અધિકારી બ્રધર્શ ટેલિવિઝન નેટવર્કનો શેર સિક્યોરિટીઝ માર્કેટમાં ટી ગ્રુપમાં રાખવામાં આવ્યો છે. બીએસઈ દ્વારા ટ્રેડ ટૂ ટ્રેડમાં રાખવામાં આવ્યો છે, જ્યારે આ શેરને ઈન્ટ્રા ડેમાં ટ્રેડિંગમાં રાખવામાં આવ્યો નથી. એક એનાલિસિસ પ્રમાણે આ કંપનીમાં પ્રમોટર્સનો કૂલ હિસ્સો 59.10 ટકા છે, જ્યારે પબ્લિકનો કૂલ હિસ્સો 40.25 ટકા છે. જૂન 2024ના ત્રિમાસિકગાળા દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફએફઆઈ)નું કૂલ રોકાણ ઝીરો ટકા હતું.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)