એરપોર્ટ પર સ્પાઈસ જેટની ક્રૂ મેમ્બરે CISFના જવાનને થપ્પડ ચોડી દીધી
જયપુરઃ અહીંના એરપોર્ટ પર સ્પાઈસ જેટની ક્રૂ મેમ્બરે સીઆઈએસએફના જવાનને થપ્પડ મારી દીધી હતી. સીઆઈએસએફના જવાને કહ્યું કે વિના કોઈ તપાસ અંદર આવવાની કોશિશ કરી રહી હતી અને એના સ્ક્રીનિંગ માટે જણાવ્યું તો અચાનક ભડકી ગઈ હતી. ત્યારબાદ અચાનક ગુસ્સામાં જવાન પર ધસી જઈને તમાચો મારી દીધો હતો, તેનાથી આખું એરપોર્ટ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.
એરપોર્ટ પર ક્રૂ મેમ્બર દ્વારા તમાચો મારવાના પ્રકરણમાં સીઆઈએસએફના જવાનની ઓળખ ગિરિરાજ પ્રસાદ તરીકે કરી છે, જ્યારે ક્રૂ મેમ્બરનું નામ અનુરાધા છે. સીઆઈએસએફના જવાને એરપોર્ટની હદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતની ફરિયાદ પછી પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને મહિલા ક્રૂની અટક કરી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર ક્રૂ મેમ્બરની બૈક ઓફિસમાં ડ્યૂટી હતી. ચાર વાગ્યે એરપોર્ટ પર આવી હતી, ત્યારે ડ્યૂટી પર પોતે હતા.
મહિલા ક્રૂનું નામ અનુરાધા એરપોર્ટના અંદર એર સાઈડ વ્હિકલ ગેટ પર એન્ટ્રી કરવા ઈચ્છતી હતી. એ વખતે એને રોકવામાં આવી અને સ્ક્રિનિંગ માટે જણાવ્યું હતું ત્યારે અનુરાધાએ પૂછયું મહિલા નહીં હોવાનું જણાવ્યું હતું અને સ્કિનિંગ માટે મનાઈ કરી હતી. મહિલા સ્ટાફ નહીં હોવાથી ગિરિરાજે એરપોર્ટ કંટ્રોલના અધિકારીઓને મેસેજ મોકલીને મહિલા સ્ટાફને બોલાવવા જણાવ્યું હતું. એ વખતે ક્રૂ મેમ્બર ભડકી ગઈ હતી અને દલીલો કરવા લાગી હતી.
બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી, ત્યારબાદ થોડીવાર મહિલા સ્ટાફ હંસા અને પૂનમ કુમાર ગેટ પર પહોંચી હતી. અનુરાધાને સમજાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ એ કંઈ વધુ બોલે એ પહેલા સીઆઈએસએફના જવાન પાસે ધસી જઈને થપ્પડ મારી દીધી હતી.
STORY | SpiceJet employee slaps CISF man in argument over security check at Jaipur airport, arrested
READ: https://t.co/snXzE4ANsx
VIDEO:
(Source: Third Party) pic.twitter.com/MdfwNVKtDA
— Press Trust of India (@PTI_News) July 11, 2024
આ કેસમાં એરલાઈન કંપની સ્પાઈસ જેટે જણાવ્યું છે કે ફીમેલ સિક્યોરિટી સ્ટાફની પાસે બ્યુરો ઓપ સિવિલ એવિયેશન સિક્યોરિટી દ્વારા આપવામાં આવેલા વેલિડ એરપોર્ટ એન્ટ્રી પાસ હતો. એટલું જ નહીં, ફીમેલ સ્ટાફની સાથે સીઆઈએસએફના જવાને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જવાને તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. ડ્યૂટી પછી તેને ઘરે મળવા આવવા જણાવ્યું હતું.
આ કેસમાં સ્પાઈસ જેટે જવાનની સામે યૌન ઉત્પીડન મામલે કાયદાકીય કાર્યવાહી કરવા સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. સ્પાઈસ જેટવતીથી વધુમાં જણાવ્યું છે કે અમે મહિલા સ્ટાફની પડખે મજબૂતાઈથી ઊભા રહ્યા છે અને એને શક્ય એટલી મદદ કરીશું.
