આજે સ્પીકરની ચૂંટણીમાં ‘મહાસંગ્રામ’: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને અપેક્ષા કરતા વધુ બેઠક મળ્યા પછી હવે કોંગ્રેસ સાથી પક્ષોને લઈને સત્તાધારી પાર્ટીને વશમાં કરવાની મહેનત ડબલ કરી રહી છે. આજે સ્પીકરની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે પોતાના લીડરની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળની એનડીએને સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકર એમ બંને પદ પોતાના કબજામાં રાખવા હતા, પરંતુ વિપક્ષે નમતું જોખ્યું નહોતું.
પરિણામે આજે સંસદના સ્પીકરની ચૂંટણી યોજવામાં આવી રહી છે. એનડીએ વતીથી ઓમ બિરલા અને કોંગ્રેસી ઈન્ડિ ગઠબંધન વતીથી કે. સુરેશને જાહેર કરવામાં આવ્યા છે.
આઝાદી પછી પહેલી વખત સ્પીકરની ચૂંટણી થશે. આ અગાઉ સત્તાધારી પાર્ટીની સંમતિથી સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ 18મી લોકસભામાં પહેલી વખત ચૂંટણી થશે. બંને પાર્ટીએ વ્હિપ જારી કરીને તમામ સાંસદોને હાજર રહેવાની ભલામણ કરી છે. આજે બપોર સુધીમાં ચિત્ર કદાચ સ્પષ્ટ થઈ શકે છે.
લોકસભાની ચૂંટણીમાં એનડીએને ફાળે 392 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસી ગઠબંધનને પક્ષે 235 બેઠક મળી છે, તેથી સ્પીકરની ચૂંટણીમાં ખેંચાખેંચી જોવા મળે તો નવાઈ રહેશે નહીં. જોકે, ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે રાતે અચાનક પાર્ટી સાથેના સાથી પક્ષોએ રાહુલ ગાંધીની વિપક્ષના નેતા તરીકે પસંદગી કરીને પ્રોટેમ સ્પીકરને પત્ર પાઠવવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ભાજપની આગેવાની હેઠળ એનડીએએ નવી સરકાર ગઠન કરી. ત્યારબાદ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાથે મંત્રી મંડળની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે વિધિવત તમામ સાંસદોએ સોગંધ લેવાની વચ્ચે સંસદમાં નાની-મોટી ધમાલ ચાલુ રહી હતી.
એના વચ્ચે રાતના કોંગ્રસે પાર્ટીએ વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધીને નેતા બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી.
બેઠક પછી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે અને કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખની જણાવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે. આ અગાઉ પણ વિપક્ષી પાર્ટીની બેઠકમાં આ નિર્ણયને સંમતિ મળી હતી. આ અંગે મહારાષ્ટ્રના એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે પણ કોંગ્રેસ પાર્ટીની ગઠબંધનમાં વધુ બેઠક હોવાથી વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના નેતાને સમર્થન આપ્યું હતું.