યુરોપિયન ચેમ્પિયનશિપની સૌથી સફળ ટીમ સ્પેન બની, યુરો કપ સૌથી વધુ વખત જીતી
જર્મનીઃ યુરો કપની ફૂટબોલની ફાઈનલ મેચમાં સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચેની જોરદાર ટક્કર હતી. પહેલી વખત ઇંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે દાવેદાર હતું, પરંતુ સ્પેનના ફૂલબોલરની આક્રમકતાને કારણે સતત ચોથી વખત યુરો કપનું ચેમ્પિયન બન્યું. આ અગાઉ સ્પેન અને જર્મની ત્રણ ત્રણ વખત ચેમ્પિયન બન્યું હતું, પરંતુ આ વખતે ચેમ્પિયન બનીને તમામ રેકોર્ડ તોડીને ચોથી વખત સ્પેન ચેમ્પિયન બનીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ અગાઉ સ્પેન 1964, 2008 અને 2012માં યુરો કપ જીત્યું હતું.
સ્પેને યુરોપિયન ચેમ્પિયનશિપ (યુરો કપ) 2024ની ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ નોંધાવ્યો. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ 58 વર્ષના યુરો કપના ઈતિહાસમાં ચેમ્પિયન બન્યું નહોતું અને સ્પેન સામે હારીને વધુ એક વખત ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું.
પહેલા રાઉન્ડમાં બંને ટીમના ખેલાડીઓએ જોરદાર રમત રમ્યા હતા, જેથી કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી. એના પછી બીજા રાઉન્ડમાં 47 મિનિટે સ્પેનના નિકો વિલિયમ્સે ગોલ કરીને ટીમને જીત ભણી દોરી ગયો હતો. ઇંગ્લેન્ડે પણ બીજા રાઉન્ડમાં લડત આપીને 73મી મિનિટે ગોલ કરીને સરભર કરી હતી, પરંતુ છેલ્લી મિનિટોમાં સ્પેનના ઓયારજાબલે કોઈ પણ ભૂલ કર્યા વિના ગોલ કરીને સ્પેનવાસીઓનું દિલ જીતી લીધું હતું. બંને રાઉન્ડ પછી સ્પેને 2-1થી ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
કોપા અમેરિકા Cup: કોલમ્બિયાને હરાવીને આર્જેન્ટિના બન્યું ચેમ્પિયન
યુરો કપની માફક કોપા અમેરિકા ફૂટબોલ કપમાં આર્જેન્ટિનાએ કોલમ્બિયાને હરાવીને ચેમ્પિયન બન્યું. ફૂટબોલીની રોમાંચક મેચમાં આર્જેન્ટિનાએ કોલમ્બિયાને 1-0થી હરાવીને 16મી વખત કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટનું ચેમ્પિયન બન્યું. 90 મિનિટ સુધી બંને ટીમ કોઈ ગોલ કરી શકી નહોતી, જ્યારે સ્ટોપેજ ટાઈમમાં બંને ટીમ ગોલ કરી સક્યું નહોતું. છેલ્લે એડિશનલ ટાઈમમાં આર્જેન્ટિનાના લાઉતારો માર્ટિનેજે ગોલ કરીને ટીમને જીતાડી હતી.