સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા’માં રાજકુમાર રાવ મચાવશે ધૂમ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનના જીવન પર બનતી ફિલ્મનું શૂટિંગ શરૂ, જાણો રોમાંચક વિગતો
આઈપીએલ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પરસ્પરનું કનેક્શન વધારે રહેલું છે. ફિલ્મની સેલિબ્રિટીઝ ક્રિકેટના ચાહક છે, જ્યારે ક્રિકેટના ખેલાડીઓ પણ ફિલ્મના કલાકારોનું મહત્ત્વ વધારે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના જીવનના આધારે ફિલ્મો બની છે, જેમ કે કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને હવે સૌરવ ગાંગુલીના જીવન પરથી ફિલ્મ બની રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પરથી બનનારી ફિલ્મનું શું મહત્ત્વ છે જાણીએ.
સૌરવ ગાંગુલીની બાયોપિક મુદ્દે નવી અપડેટ મળી છે, જેમાં ખુદ સૌરવ ગાંગુલી લીડ રોલમાં એક્ટર રાજકુમાર રાવ છે. આ ફિલ્મનું નામ દાદા રાખવામાં આવ્યું છે. રાજ કુમાર રાવે આ ફિલ્મ અંગે મહત્ત્વની માહિતી આપી છે. સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં સૌથી શાનદાર કેપ્ટનશિપ કરી હોવાનું માનવામાં આવે છે.
ભારતીય ટીમને મજબૂત સ્થાન અપાવવાની સાથે ભારતીય ટીમને ધુરંધર ક્રિકેટર આપવામાં નામ કમાવ્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલ કરે છે, જ્યારે રાજકુમાર રાવ પહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને શાહિદ આઝમી જેવી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. શાહિદ આઝમીના અભિનયમાં તેને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
રાજકુમાર રાવે પણ આ ફિલ્મના અમુક વિઝ્યુઅલ્સ શેર કર્યા છે, જેમાં મુહૂર્તના ફોટોગ્રાફ પણ શેર કર્યા છે, જેમાં લખ્યું હતું શરુઆત થઈ ગઈ છે અને ફક્ત એક જ દાદા. ટેગ કરીને સૌરવગાંગુલી કર્યું છે. ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું છે, જ્યારે ચાહકો પણ ઉત્સુક છે. પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપતા નેહા ધુપિયાએ લખ્યું છે ઓલ ધ બેસ્ટ, જ્યારે મનજોત સિંહે લખ્યું છે હવે મજા આવશે, જ્યારે વિનીત કુમાર સિંહે લખ્યું છે કે અઢળક શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક.
રાજકુમાર રાવે દાદાની ફિલ્મ માટે ફોડ પાડી દીધો છે, ત્યારે હવે કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોનીના માફક સૌરવ ગાંગુલીને પણ ફિલ્મ પડદા પર જોવ માટે ચાહકો ઉત્સુક છે. ફિલ્મ રિલીઝ થયા પછી ચાહકોને કેટલી પસંદ પડે છે એ પણ જોવાનું રહેશે.
