આ એક્ટ્રેસની માતાને ડ્રગ્સ રેકેટમાં ફસાવવાનો કરાયો પ્રયાસ… પોસ્ટ કરીને ફેન્સને આપી માહિતી…
આલિયા ભટ્ટ એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસમાંથી એક છે અને સોશિયલ મીડિયા પર પણ તે ખાસ્સી એવી એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આજે આપણે અહીં વાત કરવાના છીએ આલિયાની માતા સોની રઝદાન વિશે… આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને એક પોસ્ટ કરીને ચોંકાવનારી માહિતી આપી છે. આ પોસ્ટ જોયા બાદ ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા.
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ પોસ્ટમાં સોની રાઝદાને એક રેકેટ બદ્દલ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, આ લોકોએ સોની રાઝદાનને પણ આ રેકેટમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું. સોની રાઝદાનની આ ફોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.
સોનીએ રાઝદાનીએ જણાવ્યું હતું કે આપણી આસપાસમાં એક મોટું રેકેટ ચાલી રહ્યું છે. મને એક ફોન આવ્યો હતો અને તેમણે મને કહ્યું કે તેઓ દિલ્હી કસ્ટમમાંથી બોલી રહ્યા છે. તેમણે મને એવું પણ કહ્યું કે તમે ગેરકાયદે ડ્રગ્સ મંગાવ્યા છે. આટલું કહીને તેમણે મારી પાસેથી મારો આધાર કાર્ડ નંબર માગ્યો હતો. આ ફોન આવ્યા બાદ મેં તપાસ કરી કે આવો ફોન બીજા કોઈને પણ આવ્યો છે કે કેમ?
સોની રાઝદાને આગળ પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે આ લોકો તમને ડરાવે છે, ધમકી આપે છે અને પૈસા પડાવે છે. એટલું જ નહીં મારા ઓળખાણમાંથી એક બીજી વ્યક્તિને આવો ફોન આવ્યો હતો અને તેની પાસે પણ આ રીતે પૈસા પડાવવામાં આવ્યા હતા. એ વ્યક્તિ ખૂબ જ સ્ટ્રેસમાં છે. આવું કોઈ બીજા સાથે ના થાય એટલે હું આ સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહી છું.
સોની રાઝદાને ફોન કરનાર વ્યક્તિને આધાર કાર્ડ નંબર માંગનાર વ્યક્તિને થોડા સમય બાદ નંબર આપવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદથી તેમણે ફરી વખત કોલ નથી કર્યો. પરંતુ આ એક ચોંકાવનારો અનુભવ હોવાનું સોનીએ જણાવ્યું હતું.