સોનમર્ગમાં ભયાનક હિમસ્ખલન: ફસાયેલા પર્યટકો માટે સેના બની ‘સંકટમોચક’

શ્રીનગરઃ આ સિઝનમાં પહેલી વાર બરફ વરસાદ પછી ઉત્તર ભારતના પર્યટક સ્થળોમાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. પણ ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં જામ લાગ્યો છે. રસ્તા પર બરફ વરસાદને કારણે ઉત્તરાખંડથી લઈને કાશ્મીરમાં જનજીવનને અસર થઈ છે. બુધવારે જમ્મુ કાશ્મીરના સોનમર્ગ જિલ્લાના સરબલ વિસ્તારમાં ભયાનક હિમસ્ખલન થયું હતું. સરબલ ગામ કાશ્મીર ઘાટીનું છેલ્લું ઘર છે, જ્યાં હિમસ્ખલનનો વીડિયો વાયરલ થયો હતો. આ ભૂસ્ખલનને કારણે જાનહાનિ થઈ નથી.
#WATCH | Jammu and Kashmir: Avalanche caught on camera in Sarbal area of Sonamarg, Ganderbal. No casualties were reported. pic.twitter.com/uRbFw4rMA7
— ANI (@ANI) March 5, 2025
રાજોરી-ડોડામાં ફસાયેલા પ્રવાસીને બચાવ્યાં
કાશ્મીર ઘાટીમાં ગઈકાલે પર જોરદાર બરફ વરસાદ થઈ હતી. શ્રીનગર એરપોર્ટની તમામ 58 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બંધ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં પણ જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં મિનિમમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કાશ્મીરના ડોડા અને રાજોરી જિલ્લામાં ફસાયેલા સેંકડો પ્રવાસીઓને સેના અને બીઆરઓની મદદથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ વખતે પણ હજારો પ્રવાસીઓ માટે સેના અને વહીવટીતંત્રએ સત્વરે મદદ કરીને તેમના માટે સંકટમોચક બની છે, જ્યારે અનેક વિસ્તારોમાં લોકો ફસાયેલા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
કાશ્મીરના 11 જિલ્લામાં હિમસ્ખલનનું સંકટ
દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. યુપી-એનસીઆરમાં વરસાદનું જોર વધી શકે છે. દિલ્હીના સફદરજંગમાં મિનિમમ તાપમાન સામાન્ય કરતા 5.2 ડિગ્રી ઓછું નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના અલ્વરમાં પણ મિનિમમ તાપમાનમાં ઘટાડો થયો હતો. કાશ્મીરમાં ભારે બરફ વરસાદને કારણે નેશનલ હાઈવે 44 બંધ છે, જ્યારે ગાંદરબલ, અનંતનાગ, કુપવાડા સહિત 11 જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે.
40 સૈનિક સહિત 20 નાગરિકોને બચાવ્યા
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પ્રોજેક્ટ સંપર્ક મારફત 10,500 ફૂટની ઊંચાઈ પરના ચટરગલા નજીક 40 સૈનિક અને 20 નાગરિકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા તા. બીઆરઓની ટીમે ઝીરો વિઝિબિલિટી અને ભીષણ ઠંડીની વચ્ચે 35થી 38 કિલોમીટર લાંબા રોડ પરના પાંચથી છ ફૂટ બરફને હટાવીને રસ્તો ક્લિયર કર્યો હતો.
ઉત્તરાખંડમાં હિમસ્ખલનમાં આઠનાં મોત
ઉત્તરાખંડમાં હિમસ્ખલનના સમાચાર મળ્યા છે, જેમાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. આ કુદરતી હોનારત ગયા અઠવાડિયા દરમિયાન માના ગામની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના કેમ્પમાં થયું હતું. આ હિમસ્ખલનમાં 54 કર્મચારી ફસાયા હતા, જેમાંથી 46 જણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આઠ જણનાં મોત થયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો, જેમાં પંદર દિવસમાં રિપોર્ટ આપવાનો રહેશે.
