December 20, 2025
ધર્મ

21 સપ્ટેમ્બરે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે કે નહીં?

Spread the love

પિતૃ અમાસના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં તેનો શું પ્રભાવ પડશે અને સૂતક કાળ લાગશે કે નહીં?

21મી સપ્ટેમ્બરના આ વર્ષનું છેલ્લું અને બીજું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે, જોકે, આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય એટલે કોઈ પણ સૂતક કાળ માન્ય નહીં. જોગાનુજોગ તો એ છે કે પિતૃ પક્ષની શરૂઆત ચંદ્ર ગ્રહણથી થઈ હતી અને સમાપન સૂર્યગ્રહણથી થવા જઈ રહ્યું છે. એટલું જ નહીં પણ આ દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે સાથે આસો મહિનાના શુક્લ પક્ષની અમાસ પર આ ગ્રહણ કન્યા રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે.

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે, જેને કારણે સૂર્યનો પ્રકાશ આંશિક કે સંપૂર્ણપણે છુપાઈ જાય છે. આને કારણે પૃથ્વી પર એક છાયા બને છે જે આંશિક કે વલયાકાર ગ્રહણના રૂપમાં દેખાય છે. ચાલો જોઈએ 21મી સપ્ટેમ્બરના લાગનારા આ ગ્રહણની અસર ભારત પર જોવા મળશે કે નહીં અને સૂતક કાળ માન્ય રહેશે કે નહીં?

ભારતીય સમય અનુસાર 21મી સપ્ટેમ્બરના રાતે 11 વાગ્યે ગ્રહણ લાગશે અને તેનું સમાપન મોડી રાતે 3.23 કલાકે થશે. આમ આ ગ્રહણ ચાર કલાકથી વધુનું રહેશે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે પણ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ પ્રશાંત મહાસાગર, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા જેવા અનેક હિસ્સામાં જોવા મળશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં આ ગ્રહણ નહીં જોવા મળે એટલે તેની ધાર્મિક કે આધ્યાત્મિક પ્રભાવ ભારતમાં નહીં જોવા મળે. એનો અર્થ એવો છે કે ભારતમાં રહેનારા લોકો માટે દિવસ સામાન્ય રહેશે અને તેમની દિનચર્યા પર તેની અસર નહીં જોવા મળે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણની અસર માત્ર એ જગ્યા પર જોવા મળે છે જ્યાં તે દ્રશ્યમાન છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન કેટલીક સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી હોય છે. જેમાં ખાવા-પીવાની મનાઈ, ગર્ભવતી મહિલાઓ અને વડીલોએ ઘરથી બહાર ના નીકળવું જોઈએ. અગાઉ કહ્યું એમ આ સૂર્ય ગ્રહણ ભારતમાં નથી દેખાવવાનું એટલે આ નિયમોનું પાલન કરવાનું જરૂરી નથી. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવી કે દાનનું સંકલ્પ કરવાનું પણ સારું માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન પોતાના ગુરુ મંત્ર અને ભગવાન શિવના મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ. આ દિવસે મોક્ષ કાળમાં દાન કરો જેમાં ગોળ, અનાજ, લોટ, ઘઉં કે તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ. આ સમયે દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!