સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સઃ રાહુલ ગાંધી, વિરાટ કોહલી, ટેલર સ્વિફ્ટથી પણ આગળ પીએમ Modi
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં જ નહીં, પણ વિદેશમાં તેમને ઓળખનારા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. દરેક મોટો પ્રસંગ અને હોય પર્વ કે હોનારત પણ તેના અંગે પ્રતિક્રિયા આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂકતા નથી. એટલે દેશી હોય કે વિદેશી કલાકારો, રાજકારણીઓની તુલનામાં મોદીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા એક્સ (અગાઉના ટવિટર) પરના ફોલોઅર્સની સંખ્યા 100 મિલિયને પહોંચી છે, જે ભારતના અગ્રણી રાજકારણી હોય કે અભિનેતા કે ક્રિકેટના મહારથીઓ જ કેમ ન હોય પણ મોદી આ બધામાં નંબર વન છે. સોશિયલ મીડિયા એક્સ સાથે પીએમ મોદીના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તેમ જ યુટયુબ પર પણ મોટી સંખ્યામાં ફોલો કરનારાની સંખ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક્સ પરના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ છે, યાની 100 મિલિયન, જ્યારે તેમની તુલનામાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના 64.1 મિલિયન, બ્રાઝિલિયન ફૂટબોલ સ્ટાર નેમાર જુનિયરના 63.9 મિલિયન છે. બીજી બાજુ અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ (52.9 મિલિયન છે. જાણીતી સ્ટાર ટેલર સ્વિફટના 95.3 મિલિયન, લેડી ગાગાના 83.1 મિલિયન અને કિમ કાર્દશિયનના 75.1 મિલિયન ફોલોઅર્સની સંખ્યા છે.
દિગ્ગજ રાજકારણીની વાત કરીએ તો ભારતમાં નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસ પાર્ટીના સિનિયર લીડર રાહુલ ગાંધીના મોદીથી ચોથા ભાગના લોકો ફોલોઅર્સ છે. રાહુલ ગાંધીને ફોલો કરનારાની સંખ્યા 26.4 મિલિયન છે. વડા પ્રધાનના ફોલોઅર્સની વિગતે વાત કરીએ તો પૂર્વ ટવિટર અને આજના એક્સ પર મોદીને 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ગ્લોબલ લીડર તરીકે ઊભરી આવ્યા છે.
pm modi follwers on x
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને ફોલો કરનારાની સંખ્યા અડધી પણ નથી. બાઈડનને 38 મિલિયન ફોલો કરનારા છે, જ્યારે દુબઈના શેખ મહોમ્મદને 11.2 મિલિયન અને પોપ ફ્રાન્સીસને 18.5 મિલિયન જેટલા લોકો ફોલો કરે છે. ફોલોઅર્સની સંખ્યામાં વધારાનો નિર્દેશ તેમના ચાહકોની સંખ્યા તો વધારે એવું ચોક્કસ કહી શકાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિલિયન ફોલોઅર્સની સંખ્યા પાર થયા પછી એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે 100 મિલિયન. ફોલોઅર્સનો આભાર માનીને મોદીએ લખ્યું હતું કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સાથ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં મોદીના એક્સ હેન્ડલના લગભગ 30 મિલિયન ફોલોઅર્સ વધ્યા છે. તેના યુ-ટ્યુબ પર લગભગ 25 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે તેમના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર તેના 91 મિલિયન ફોલોઅર્સ છે. વડા પ્રધાન 2009માં એક્સ (ટવિટર)માં જોડાયા હતા, ત્યારબાદ તબક્કાવાર દરવર્ષે તેમના ફોલોઅર્સની સંખ્યામાં નિરંતર વધારો થયો છે.