June 30, 2025
લાઈફ સ્ટાઈલહેલ્થહોમ

Sunday Special: Social Media Addictions નામની સમસ્યાએ સરકારની ચિંતા વધારી!

Spread the love

ભારત સરકારે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા પૂર્વે માતાપિતાની મંજૂરી લેવાનો આદેશ

ભારતમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યા પૂર્વે માતાપિતાની મંજૂરી લેવાની રહેશે. કેન્દ્ર સરકારે એની જાહેરાત કરી છે. સરકારની જાહેરાતને કારણે આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે કે બાળકોને શા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. એના ફાયદા અને નુકસાન શું થાય છે. અન્ય દેશમાં એના મુદ્દે શું નિયમો છે. સૌથી જરુરી વાત એ છે કે આ પ્રતિબંધોથી બાળકોને શું ફાયદો થઈ શકે છે તો બીજી બાજુ ટેક કંપનીઓનું શું માનવું છે.
બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા મુદ્દે સામાન્ય રીતે એક દલીલ કરવામાં આવે છે કે તેના ઉપયોગથી બાળકો પર અસર પડે છે. બાળકો એવી સામગ્રી જોઈ રહ્યા છે, તેનાથી માનસિક આરોગ્ય પર અસર પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ પણ જણાવ્યું છે કે દુનિયાભરમાં 10 ટકાથી વધુ સગીર સોશિયલ મીડિયાના નકારાત્મક રીતે અસર પડે છે. વૈશ્વિસ્તરે પણ જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે, તેનાથી માનસિક અને શારીરિક રીતે અસર પડે છે.
પ્રતિબંધો પાછળના કારણો શું છે?
બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના કારણોમાં ખાસ કરીને સૌથી પહેલા તો બાળકોના માનસિક આરોગ્ય પર અસર પડે છે. કહેવાય છે કે સોશિયલ મીડિયાના વપરાશમાં બાળકોમાં એડિક્શન, સાયબર બુલિંગ અને હિંસાનું પણ જોખમ વધે છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના 2021ના અહેવાલ અનુસાર આઠ-18 વર્ષની ઉંમરના 30 ટકા બાળકો પાસે પોતાનો સ્માર્ટ ફોન છે, જેમાં 62 ટકા બાળકો પોતાના માતાપિતાના ફોનના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે 43 ટકા બાળકોની પાસે એક્ટિવ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે.
ડિપ્રેશનનો પણ શિકાર બને છે બાળકો
એનાથી મોટું ચોંકાવનારું તારણ પણ જાણી લો કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસ સહિત અન્ય રિસર્ચમાં જણાવ્યું છે કે સ્માર્ટફોન, ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા એડિક્શનને કારણે અનેક પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થાય છે. અન્ય જોખમોમાં સંશોધકોએ દાવો કર્યો છે કે મોડી રાતના બાળકો દ્વારા ફોનનો ઉપયોગ કરવાથી ડિપ્રેશનનું જોખમ વધે છે. એકલતા દૂર કરવા ફોનનો ઉપયોગ કરતા હોવાનો દાવો કરાય છે, પરંતુ એનાથી ડિપ્રેશનનું જોખમ વધે છે.
ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ પહેલા જ કરી પહેલ
બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ મુદ્દે દુનિયાભરમાં ચર્ચા જાગી છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ તો સૌથી પહેલા પોતાના દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના વપરાશમાં પ્રતિબંધ મૂક્યો છે. બાળકો માટે કન્ટેન્ટ બનાવનારી કંપની સામે પણ પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા પછી ન્યૂ ઝીલેન્ડની સરકારે બાળકોને સોશિયલ મીડિયાના વપરાશ અંગે પ્રતિબંધ મૂક્યો હતો. એના સિવાય ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, બાંગ્લાદેશ, સિંગાપોર સહિત અન્ય દેશમાં પણ આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને કંપનીઓ પર પણ આકરા પ્રતિબંધો ચાલી રહ્યા છે. બીજી બાજુ બ્રિટન, ફ્લોરિડા, નોર્વે અને ફ્રાન્સ સહિત અન્ય દેશોએ પણ બાળકોના સોશિયલ મીડિયાના વપરાશમાં પ્રતિબંધો મૂક્યા છે.
દૂર રાખવાથી બાળકોને નુકસાન થાય છે
સોશિયલ મીડિયા જેટલું ચલણ વધતું જાય છે, તેનાથી અનેક પ્રકારના ગેરલાભ છે, પરંતુ લાભ પણ છે. સોશિયલ મીડિયાના વપરાશથી બાળકો નવા દોસ્ત બનાવી રહ્યા છે. અલગ અલગ વિચારો, ભાષા અને સંસ્કૃતિઓને સમજે છે અને જાણે છે. સોશિયલ મીડિયાના વપરાશથી બાળકો અન્ય એક્ટિવિટીઝમાં સફળ રહે છે. તેઓ પોતાની ભાવનાઓને વ્યક્ત કરી શકે છે, જ્યારે સર્જનાત્મકાતામાં પણ ફાયદો થાય છે. યુએન જેવી સંસ્થા પણ કહે છે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી બાળકોની કુશળતા યા સ્કિલ પણ ખતમ થઈ જાય છે.

તમે શું માનો છો. બાળકોને સોશિયલ મીડિયાના એકાઉન્ટ હોવા જોઈએ કે નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!