..તો ગુજરાતને વધુ એક વંદે મેટ્રો ટ્રેનની મળશે ભેટ?
વંદે ભારત મેટ્રો ટ્રેનની તાજેતરમાં ગુજરાતના સુરત અને મુંબઈની વચ્ચે સફળ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. કલાકના 130 કિલોમીટરની રફતારથી આ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન અમદાવાદથી લઈને સુરત ક્રોસ કરીને મુંબઈ પહોંચી હતી. આ ટ્રાયલ દરમિયાન વંદે મેટ્રો ટ્રેનને કલાકના 130 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે. વંદે મેટ્રો ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના જેવી છે.
ઈન્ટરસિટીના રુટમાં દોડાવવાની પ્રાથમિકતા
આ ટ્રેન મુખ્યત્વે ઈન્ટરસિટી રુટમાં દોડાવવામાં આવશે, જે શહેરની વચ્ચે લગભગ 250થી 350 કિલોમીટરનું અંતર છે. આ બંને શહેરો વચ્ચેનો ટ્રાવેલિંગ ટાઈમ ત્રણથી ચાર કલાકનો રહેશે. અમદાવાદથી મુંબઈ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો છે, જે બીજા નંબરની ટ્રેન છે. હાલના તબક્કે એ વાત નક્કી છે મુંબઈ-સુરત રુટમાં ટ્રાયલ કરવામાં આવ્યો છે, પરંતુ કયા રુટમાં દોડાવવાની છે એ રેલવે બોર્ડ નક્કી કરશે. અત્યારે અમદાવાદથી ભુજની વચ્ચે સૌથી પહેલી વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે, જે ટ્રેનની ઝડપ કલાકના 110 કિલોમીટરની છે.
શા માટે મુંબઈ-સુરત વચ્ચે દોડાવી શકાય?
ભુજ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવતી વંદે મેટ્રોની લોકપ્રિયતા પછી કદાચ મુંબઈ-સુરત વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે તો નવાઈ નહીં. વંદે મેટ્રો ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો ટ્રેનની સ્પીડ અને ટર્નિંગની ક્ષમતા સારી છે. મહાનગરોની વચ્ચે પણ દોડાવવામાં પ્રવાસીઓને પણ ફાયદો રહે છે. મુંબઈ-સુરતની વચ્ચે પણ ટ્રેન દોડાવી શકાય છે, કારણ કે આ બંને રુટ પર પેસેન્જર ટ્રાફિક સારો રહે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વંદે મેટ્રો ટ્રેનની ખાસિયત શું છે?
12 કોચની એસી મેટ્રો ટ્રેનમાં 1,100થી વધુ પેસેન્જર કેપેસિટી ધરાવે છે, જ્યારે મેટ્રોના માફક પ્રવાસીઓ બેસીને પણ મુસાફરી કરી શકે છે. ટ્રેનમાં પેસેન્જર સુવિધાની રીતે જોઈએ તો મોબાઈલ ચાર્જિંગ સોકેટ, એલઈડી લાઈટની વ્યવસ્થા, મેટ્રોના માફક એક કોચથી બીજા કોચમાં જવાની વ્યવસ્થા તથા સિક્ટોરિટીની દૃષ્ટિએ વધુ મજબૂત હશે.