April 3, 2026
ટોપ ન્યુઝ

હોર્મુઝ સંકટ: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અંગે 60 દેશની બેઠકમાં ભારતે વ્યક્ત કરી ચિંતા

Spread the love

હોર્મુઝ સ્ટ્રેટ વિવાદમાં 3 ભારતીય નાવિકોના મોત, ભારતે શાંતિની અપીલ કરી

મિડલ ઈસ્ટના યુદ્ધ દિવસે દિવસે વધુ ઘાતક બનતું જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પછી હવે વધુ વકરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરારયલ સાથે મળીને ઈરાનને ટાર્ગેટ કરી રહ્યું છે, પરંતુ એની વચ્ચે બ્રિટને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઓનલાઈન બેઠક યોજી હતી, જેમાં 60થી વધુ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં વિક્રમ મિસરીએ કહ્યું કે હોર્મુઝ સંકટને કારણે અત્યાર સુધીમાં ભારતના નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોર્મુઝ સંકટને કારણે અત્યાર સુધીમાં ત્રણ ભારતીય નાવિકનો ભોગ લેવાયો છે. આ બધા વિદેશી જહાજમાં કામ કરતા હતા. ભારતે જણાવ્યું કે આ પૂરા સંકટ માટે ફક્ત અમે વાતચીત અને શાંતિથી ઉકેલ લાવી શકાય છે. ભારતે તમામ દેશને અપીલ કરતા કહ્યું કે સંઘર્ષ ઘટાડો અને પરસ્પરની વાતચીત મારફત ઉકેલ લાવો.

વિદેશ સચિવે બેઠકમાં જણાવ્યું કે આ સંકટની ભારત પર સીધી અસર પડી છે, જ્યારે ભારત જ એવો દેશ જે ખાડી દેશો સાથેના કમર્શિયલ જહાજો પરના હુમલા વખતે પોતાના નાવિકોને જીવ ગુમાવવાની નોબત આવી હતી. ભારત સરકારે પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યું કે આ સંકટનો ઉકેલ ઝડપથી લાવવાની સાથે તમામ સંબંધિત પક્ષોની વચ્ચે વાતચીત અને વ્યૂહાત્મક રીતે લાવવાનો અનુરોધ કર્યો હતો. વિક્રમ મિસરીએ ચેતવણી આપતા કહ્યું હતું કે હોર્મુઝ બ્લોકેડ વૈશ્વિક ઊર્જા સુરક્ષા પર ગંભીર સંકટ ઊભું થયું હતું.

ઈરાન દ્વારા ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે સાંકડા માર્ગમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો થયા પછી વૈશ્વિક ઓઈલ અને ગેસની કિંમતમાં ભાવમાં વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો સૌથી મોટો એનર્જી માર્ગ છે. અહીંથી વૈશ્વિક ઓઈલ અને એલએનજીમાં લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. પશ્ચિમ એશિયા ભારતની ઊર્જા ખરીદીનું મુખ્ય સ્ત્રોત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!