June 30, 2025
ટોપ ન્યુઝ

Black Day: યુપીમાં બસચાલકે દૂધના ટેન્કરને મારી જોરદાર ટક્કરઃ 18 મોત, 30 ઘાયલ

Spread the love

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (યુપી)માં લખનઊ-આગ્રા એક્સપ્રેસવે પર સ્લીપર બસના ચાલકે ટેન્કરને જોરદાર ટક્કર મારવાને કારણે મોટો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે મહિલા અને એક બાળક સહિત અઢાર પ્રવાસીના મોત થયા છે, જ્યારે 30 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં બુધવારે સવારે ડબલ ડેકર સ્લીપર બસ અને દૂધના ટેન્કર વચ્ચે જોરદાર ટકરાઈ. આ અકસ્માત લખનઊ-આગ્રા-એક્સપ્રેસવે પર બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ બેહટા મુજાવર વિસ્તારમાં બન્યો હતો. બસ અને ટેન્કર વચ્ચે એટલી ભીષણ ટક્કર થઈ હતી કે બસ અને ટેન્કરના ફુરચા ઉડી ગયા હતા.
express way accident in Unnao
આ અકસ્માતનો ભોગ મોટા ભાગના પ્રવાસી બન્યા છે. અકસ્માત પછી પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે મૃત્યુ પામનારા લોકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાક્ષીઓએ કહ્યુ હતું કે સ્લીપર બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા ટેન્કરને ટકરાઈ હતી, જેથી આ ભીષણ અકસ્માત સર્જાયો. આ અકસ્માત વખતે ઘટનાસ્થળની આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. અકસ્માત પછી ઉન્નાવ પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ બંને વાહનની તપાસ કરતા જાણવા મળ્યું છે કે બસ નંબર યુપી95 ટી 4720 અને દૂધના ટેન્કર નંબર યુપી70 સીટી 3999 નંબરના રજિસ્ટ્રેશનના છે. મૃતકમાંથી 14 લોકોની ઓળખ કરી છે, જ્યારે બાકીના લોકોની ઓળખ થઈ શકી નથી.મૃતકમાં મેરઠના દિલશાદ, શિવહરના બીટુ, શિવાનના લાલબાબુ દાસ, રામપ્રવેશ કુમાર, ભરત ભૂષણ કુમાર, બાબુ સાદ, મહોમ્મદ સદ્દામ, દિલ્હીની નગમા, શબાના, ચાંદની, મહોમ્મદ શફીક, મુન્ની ખાતુન અને તૌફીક આલમ તરીકે ઓળખ કરી છે.
અકસ્માતનો કેસ નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ ઈજાગસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!