બર્થડે સ્ટારઃ 36 ભાષામાં ગીત ગાનારા સ્વરસામ્રાજ્ઞી ‘લતાદીદી’નું સાચું નામ શું હતું?
Sunday Special: 13 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી ઉઠાવી, પહેલી ફી ફક્ત 25 રૂપિયા હતી!

સંગીતની દુનિયામાં એવા દિગ્ગજ કલાકારો થઈ ગયા, જેમના યોગદાને આજે પણ સંગીતની દુનિયાને જીવંત રાખી છે. ભારતમાં અનેક દિગ્ગજ કલાકારોએ દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હતું, જે પૈકી સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરનું નામ પહેલું લઈ શકાય. આજે મહારાષ્ટ્રમાં ભાષાવાદને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ લતા મંગેશકરે મરાઠી સહિત દેશની અનેક ભાષામાં ગીતો ગાઈને ભાષાપ્રેમીઓનું પણ દિલ જીતી લીધું હતું. 6 ફેબ્રુઆરી 2022માં તેમનું નિધન થયું હતું, પરંતુ આજેય તેમના ગીતો અને સંગીતજગતમાં તેમના યોગદાનને કારણે લોકહૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના જીવનની મહત્ત્વની વાતોને વાગોળીએ.
પિતાએ નામ બદલીને લતા મંગેશકર રાખ્યું હતું
લતા મંગેશકરનું એવું નામ છે, જેઓ આ દુનિયામાં નથી, પરંતુ તેમનું નામ અમર થઈ ચૂક્યું છે. તેમનો કર્ણપ્રિય અવાજ આજે પણ લોકોના કાનમાં ગૂંજતો રહે છે. 28 સપ્ટેમ્બર, 1929માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં લતા મંગેશકરનો મરાઠી પરિવારમાં જન્મ થયો હતો, પરંતુ મુંબઈ સ્થાયી થયા પછી જીવન આખુ મુંબઈને સમર્પિત કર્યું હતું. લતા મંગેશકરે સ્વરસામ્રાજ્ઞી, સ્વરકોકિલા અને ભારતકોકિલા સહિત અનેક ઉપમાઓ આપી હતી. વાસ્તવમાં લતા મંગેશકરનું સાચું નામ હેમા મંગેશકર હતું પણ પિતા દિનાનાથ મંગેશકરે હેમામાંથી નામ બદલીને લતા મંગેશકર કર્યું હતું.
શરુઆતના દિવસોમાં ફિલ્મોમાં પણ કામ કર્યું
ચોંકી ગયા આજેય 99 ટકા ચાહકોને લતા મંગેશકરના સાચા નામની જાણ નહીં પણ નામ બદલ્યા પછી દુનિયાએ લતા નામ સ્વીકાર્યું અને ઓળખવા લાગી હતી. બાળપણથી સંગીતની દુનિયામાં પગલા માંડ્યા હતા. પિતા દીનાનાથ મંગેશકરે પણ શાસ્ત્રીય સંગીત અને થિયેટરના કલાકાર હતા, તેથી દીકરીને પણ મ્યુઝિકમાં પારંગત બનાવ્યા હતા. 13 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પરિવારમાં આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો, જેને કારણે હિંદી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ હતું. શરુઆતના દિવસોમાં ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ પાહિલી મંગલાગૌર હતી, જે 1942માં રિલીઝ થઈ હતી. એના પછી લતા મંગેશકરે માઝે બાલ, ગજભાઉ, બડી મા, ચિમકુલા સંસાર અને માંદ વગેરે ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

લતા મંગેશકરે પહેલી ફી કેટલી લીધી હતી
લતા મંગેશકરે તેમની પહેલી ફી ફક્ત 25 રુપિયા લીધી હતી, પરંતુ ધીમે ધીમે લોકપ્રિયતા વધતી ગઈ હતી અને તેમના અવાજનો જાદુ છવાયો હતો. 70ના દાયકામાં લતા મંગેશકરનો સિતારો બુલંદી પર હતો, ત્યારે તેઓ સુપરસ્ટાર્સ કલાકારો કરતા વધુ ફી લેતા હતા. અમુક વખતે તો નિર્માતા તો લતા મંગેશકરની ઈચ્છા મુજબની ફી આપવા માટે તૈયાર થતા નહીં. લતા મંગેશકરે ફિલ્મી કલાકારો પણ લતાદીદી તરીકે ઓળખતા, જેમાં અનેક કલાકારો પણ તેમના હાથી રાખડી પણ બાંધતા હતા. 1974માં સૌથી વધુ ગીત ગાવાના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ હતું, પરંતુ તેના મુદ્દે મોહમ્મદ રફીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. 1991 સુધી તેમના નામ રેકોર્ડ કાયમ રહ્યો હતો. 36થી વધુ ભાષામાં ભારતીય અને વિદેશી ગીત ગાવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
લતા મંગેશકરનું પહેલું અને છેલ્લું ગીત કયું હતું
લતા મંગેશકરે અનેક અભિનેત્રીઓ માટે અવાજ આપ્યો હતો. 1946માં સૌથી પહેલું ગીત આપકી સેવા મેં માટે રેકોર્ડ કર્યુ હતું અને છેલ્લું ગીત 2019માં રેકોર્ડ કર્યું હતું. સોગંધ મુઝે ઈસ મિટ્ટી કી ગીત છેલ્લું રેકોર્ડ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે મરાઠી માટે લતા જી એ હિંદી ભાષામાં પહેલુ ગીત ‘માતા એક સપૂત કી, દુનિયા બદલ દે તૂ’ અને મરાઠી ફિલ્મ ‘ગાજાભાઉ’ માટે ગીત ગાયુ. જે બાદ તેઓ મુંબઈ ચાલ્યા ગયા. 2001માં લતા મંગેશકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનારા સૌથી પહેલા ભારતીય પ્લેબેક સિંગર તરીકે પણ એવોર્ડ મેળવ્યો હતો.
