ભારતની ‘વોટર સ્ટ્રાઈક’થી પાણી માટે પાકિસ્તાનને વલખા મારવા પડશે…
સમજૂતી રોક્યા પછી ભારતે હાઈડ્રો પ્રોજેક્ટનું કામ શરુ કર્યું
પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત સરકારે સિંધુ જળ સમજૂતીને રોકી છે. આ નિર્ણયને કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. નેતાઓ દર બીજે દિવસે પરમાણુ હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે, જ્યારે હકીકત એ છે કે ખાવાના તો સાંસા પડી રહ્યા છે, પરંતુ પીવાના પાણી માટે આગામી દિવસોમાં વલખા મારવાની નોબત આવે તો નવાઈ નહીં. ભારત સરકારે એક પછી એક નીતિગત નિર્ણયો લીધા છે, જેમાં સૌથી મહત્ત્વની બાબત તો ભારતની વોટર સ્ટ્રાઈક પાકિસ્તાનને નાની યાદ આવી જશે.
સિંધુ જળ સમજૂતી રોકીને ભારત સરકારે ડેમ બનાવવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. સરકારે તેના સંબંધિત મંત્રાલયો સાથે તબક્કાવાર મીટિંગ પણ યોજી છે.જમ્મુ કાશ્મીર અને લદ્દાખના હાઈડલ પ્રોજેક્ટન યોજના ઘડી છે જેને ઝડપથી ટ્રેક પર લાવવાની કોશિશ પણ હવે કરવામાં વશે. એના સિવાય અન્ય યોજનાઓને ઘડી કાઢવાનો નિર્ધાર કર્યો છે.
આ યોજના અન્વયે સરકારે લગભગ 10 નવા પ્રોજેક્ટ્સને શોર્ટ લિસ્ટ કર્યા છે અને એનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, નવા બે પ્રોજેક્ટ માટે ઝડપથી ટેન્ડર બહાર પાડીને કામકાજ શરુ કરવામાં આવશે. સૌથી પહેલા ઝેલમ નદી પરના ઉરી પ્રોજેક્ટ-એકને વિકસાવવામાં આવશે, તેનાથી કિશનગંગા નદીમાં આવનારું પાણીનો વધુ ઉપયોગ કરી શકાશે. એના માટે આગામી સપ્તાહ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગ તરફથી મંજૂરી મળી છે, જેના કામમાં પણ ઝડપથી ગતિ જોવા મળી છે.
ઉપરાંત, અન્ય પ્રોજેક્ટસ છે, જેમાં સિંધુ નદી પરના ન્યૂ ગાંદરબલ પ્રોજેક્ટ, ચેનાબ નદી પરની કિરઠાઈ-2, રામબન અને ઉધમપુર જિલ્લામાં બે પ્રોજેક્ટને ટ્રેક પર લાવવામાં આવશે. કૂલ મળીને 3100 મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટની મંજૂરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે નિર્ભર રહેવું પડે છે. એના સંબંધમાં અનેક મંત્રાલય ને જમ્મુ કાશ્મીરના વિભાગમાં વિના કોઈ અવરોધ ઝડપથી મંજૂરી આપવાની રહેશે. જોકે, અનેક દુર્ગમ વિસ્તારો પણ છે, જ્યાં કામ કરવામાં કુદરતી રીતે મુશ્કેલીઓ આવી શકે છે.