June 30, 2025
વાંચન વૈવિધ્યમ

‘બાબા આદમ’ના જમાનાથી ‘મહારાજા’, ‘રાજધાની’ નહીં, પણ દોડાવાય છે ડેક્કન ક્વીન

Spread the love


ડેક્કન ક્વીન દેશની સૌથી પહેલી ડિલક્સ ટ્રેન અને મહિલાઓ માટે હતી અલગ વ્યવસ્થા


દેશમાં જ્યારે લકઝરી ટ્રેનની વાત આવે છે ત્યારે મહારાજા એક્સપ્રેસ, પેલેસ ઓન વ્હિલ્સ, ડેક્કન ઓડિસી અને ગોલ્ડન ચેરિયટ જેવી ટ્રેનનું નામ સૌથી પહેલું લેવામાં આવે છે. પણ તમે નહીં જાણતા હો કે દેશની સૌથી પહેલી ડીલક્સ ટ્રેન લગભગ 100 વર્ષ પહેલા શરુ થઈ હતી. યસ, દેશમાં સૌથી પહેલી આઈકોનિક ડેક્કન ક્વીનની ટ્રેનની શરુઆત પહેલી જૂન, 1930ના કરવામાં આવી હતી, જે ટ્રેન આજની તારીખના મુંબઈ અને પુણેની વચ્ચે દોડાવાય છે.

ડેક્કન ક્વીનનું નામ પુણેના જાણીતા ઉપનામ ડેક્કન ક્વીન પરથી રાખવામાં આવ્યું હતું. આ ટ્રેન તત્કાલીન ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલા રેલવે (જીઆઈપીઆર) રેલવે તરફથી શરુ કરવામાં આવી હતી, ત્યાર બાદ ભારતીય રેલવેનો ભાગ બની હતી. પહેલી જૂનના આ ટ્રેનને 95 વર્ષ પૂરા થશે, જ્યારે આ ટ્રેન ડાઈનિંગ કારની સુવિધાવાળી પહેલી ટ્રેન પણ હતી.

ડેક્કન ક્વીન ભારતીય રેલવેના ઈતિહાસમાં અનેક મુદ્દે ઈનોવેટિવ હતી, જે દેશની પહેલી સુપરફાસ્ટ ટ્રેન હતી અને લાંબા અંતરની સૌથી પહેલી ટ્રેન હતી. આ ઉપરાંત, સૌથી પહેલી લાંબા અંતરની ઈલેક્ટ્રિક ટ્રેન હતી. ઈલેક્ટ્રિક એન્જિન સાથે લાંબા અંતર માટે ટ્રેન ચલાવી હતી, જેમાં કનેક્ટિંગ ગેટ (વેસ્ટિબ્યુલ) હતી, જેથી પ્રવાસીઓ ઈન્ટરનલ ટ્રેનમાં સરળતાથી અવરજવર કરી શકે છે. એટલું જ નહીં, સૌથી પહેલી વખત ટ્રેનમાં મહિલાઓ માટે વિશેષ કોચની સુવિધા પૂરી પાડી હતી.

પહેલી જૂન 1930ના આ ટ્રેન શરુ કરવામાં આવી ત્યારે સાત કોચ લગાવવામાં આવ્યા હતા, જેમાં પહેલા ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના કમ્પાર્ટમેન્ટ હતા. 1955માં ટ્રેનમાં થર્ડ ક્લાસનો કોચ લગાવ્યો હતો, જેથી લોકો ટ્રેનની મુસાફરી કરી શકે, ત્યાર બાદ બીજા 10 વર્ષ પછી 1966માં ડેક્કન ક્વીનને અપગ્રેડ કરી હતી. એન્ટિ ટેલિસ્કોપિક સ્ટીલ બોડીના કોચ જોડવાની સાથે સુરક્ષિત ટ્રેન બની ગઈ હતી. ટ્રેનનું ઈન્ટિરિયર પણ આધુનિક હતું, જ્યારે આજની તારીખના ટ્રેનનું ઐતિહાસિક મહત્ત્વ પણ વધારે છે.

ડેક્કન ક્વીનની આગવી ઓળખ હતી, જેમાં ડેક્કન ક્વીનના લૂક આઈકોનિક ક્રીમ અને ઓક્સફર્ડ બ્લુ કલરના કોચ અને વિન્ડો ઉપરની લાલ પટ્ટીને કારણે તેને સરળતાથી ઓળખી શકાતી હતી. પહેલી જૂન, 2024ના આ ટ્રેને 94 વર્ષ પૂરા કર્યા હતા, જ્યારે આ ટ્રેન આજની તારીખે પણ મધ્ય રેલવેમાં સીએસએમટી અને પુણે વચ્ચે પણ દોડાવાય છે. પ્રવાસીઓ માટે પણ આ ટ્રેનમાં મુસાફરી કરવાના દિવાના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!