February 4, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

સોનાને પાછળ છોડતી ચાંદી: જાણો કયા દેશોમાં છે ચાંદીનો સૌથી મોટો ભંડાર

Spread the love

સોનાચાંદીની બોલબાલા છે, જેમાં ત્રણ અઠવાડિયામાં 30 ટકાથી વધુ વળતર આપનારા ચાંદીની તો સોના કરતા વધુ દબદબો છે. ચાંદીના ભાવ રોજ નવા નવા ઐતિહાસિક સ્તરે પહોંચી રહ્યા છે. મંગળવારે સિલ્વરના ગ્લોબલ રેટ ઔંસદીઠ 94.75-93.30 ડોલરે રહ્યા હતા, જ્યારે ભારતીય બજારમાં ચાંદીના ભાવ કિલોગ્રામદીઠ ત્રણ લાખ રુપિયાને પાર થયા હતા. ચાંદી આ વર્ષે અત્યાર સુધીમાં એટલે ત્રણ અઠવાડિયામાં 30 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

ચાંદીની ખાસિયત શું હોય છે
ચાંદીનો ઉપયોગ ફક્ત ઘરેણા બનાવવા કે સિક્કા બનાવવા પૂરતો નથી, પરંતુ અલગ અલગ ઈન્ડ્સ્ટ્રીમાં થાય છે. અલગ અલગ ઉદ્યોગોમાં પણ ચાંદીની જોરદાર ડિમાન્ડ છે. જોકે, અન્ય મેટલની તુલનામાં ચાંદીનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ અને થર્મલ કન્ડક્ટિવિટીમાં વધારે થાય છે. એનો અર્થ એ છે કે ચાંદી પોતાની અંદરથી ઈલેક્ટ્રિક કરન્ટને ઝડપથી પસાર કરે છે. એના સિવાય એમાં રિલેક્ટિવિટી પણ વધારે હોય છે. ચાંદીમાં વિઝિબલલ લાઈટને 95.99 ટકા સુધી રિફ્લેક્ટ કરવાની ક્ષમતા રાખે છે.

ચાંદી એક મેટલ એલિમેન્ટ છે, જે પૃથ્વીના પેટાળમાં મળે છે. ચાંદી સામાન્ય રીતે સીસું-જસત, તાંબા, સોના જેવી ધાતુની સાથે મળે છે જેને પછી અલગ કરવામાં આવે છે, પરંતુ તમને ખબર છે કે ચાંદી દુનિયાના કયા દેશોમાં વધારે છે. એટલે કે ચાંદીનો અખૂટ ભંડાર છે. એવા તો ક્યા દેશોમાં ચાંદીનો અખૂટ ભંડાર છે એની વાત કરીએ.

. દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના પાસે 6500 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે, જે 2024માં 800 મેટ્રિક ટનનું ઉત્પાદન કર્યુ હતું, જ્યારે ભારતની પાસે 8,000 મેટ્રિક ટન ચાંદીનો સ્ટોક છે, જે 2024માં 800 મેટ્રિક ટન ચાંદીનું ઉત્પાદન કર્યું હતું.

. કઝાકિસ્તાને 2024માં 1,000 ટન ચાંદીનું ઉત્પાદન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની પાસે 9,400 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે. બીજી બાજુ અમેરિકાની પાસે 23,000 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે, જ્યારે 2024માં 1,100 મેટ્રિક ટનનું ઉત્પાદન કર્યું હતું.

. રશિયાની પાસે 92,000 મેટ્રિક ટન ચાંદી છે, જ્યારે 2024માં 1,200 મેટ્રિક ટન ચાંદીનું ઉત્પાદન કર્યું હતું. બોલિવિયા પાસે 22,000 મેટ્રિક ટન, પોલેન્ડ પાસે 61,000 મેટ્રિક ટન, જ્યારે સૌથી વધુ ચાંદી પેરુ પાસે છે.
દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુની પાસે દુનિયાનું સૌથી વધુ ચાંદી છે, જેની પાસે કૂલ 1,40,000 મેટ્રિક ટન ચાંદી છે. 2024માં પેરુએ 3,100 ટનનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે બીજા ક્રમે ચીને 3,300 ટનનું ઉત્પાદન કર્યું હતું. પેરુ સિવાય ચીન પાસે 70,000 મેટ્રિક ટન ચાંદીનો ભંડાર છે. ઉત્પાદનની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન મેક્સિકો કરે છે, જ્યારે કૂલ ભંડાર 37,000 મેટ્રિક ટન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!