ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચાર વચ્ચે શ્વેતા બચ્ચનનો વીડિયો વાઈરલ, યૂઝરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
બોલીવુડનું બિગ બી ફેમિલી ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અંબાણી પરિવારમાં અનંત અંબાણીના લગ્નમાં અમિતાભ-અભિષેક પરિવાર સહિત ઉપસ્થિત થયા પછી ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા અલગ જોવા મળ્યા પછી બંને વચ્ચે સંબંધો બરાબર નથી એ તો હકીકત છે, પરંતુ હવે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અવરોધ બનેલી બહેન શ્વેતા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અંગે યૂઝરે પણ ઈન્ડિયન સિરિયલની ટિપિકલ નણંદ હોવાની ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની સમાચારોને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ખબર ચર્ચામાં રહે છે. તાજેતરમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા છૂટા પડ્યા પછી બિગ બી પરિવાર આ મુદ્દે ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં શ્વેતા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્વેતા બચ્ચને બિગ બી પરિવારમાં ગમતી નહીં ગમતી વાતોના ખુલાસો કર્યો હતો.
વીડિયો વાઈરલ થયા પછી નેટિઝન્સે શ્વેતા બચ્ચનને વિલન હોવાની પણ પ્રતિક્રિયા આપી હતી. વીડિયો અંગેની વાત કરીએ તો કોફી વિથ કરનની છઠ્ઠી સિઝનમાં અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન પહોંચ્યા હતા. બંનેએ દિલ ખોલીને વાતો કરી હતી. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરન જૌહરે સવાલ કર્યો હતો કે સફળ કલાકાર કોણ છે ઐશ્વર્યા કે અભિષેક? આ સવાલના જવાબમાં શ્વેતાએ પળનો પણ વિચાર કર્યા વિના અભિષેકનું નામ આપ્યું હતું. એના પછી કરણે પૂછ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેકમાંથી સ્ટ્રિક્ટ પેરન્ટ કોણ છે તો એમાં પણ શ્વેતાએ ઐશ્વર્યાને સ્ટ્રિક્ટ પેરન્ટ ગણાવી હતી.
ત્રીજા એક સવાલમાં અભિષેકને કરણે પૂછ્યું હતું કે અભિષેકને કોનાથી સૌથી વધુ ડર લાગે છે તો અભિષેકે પોતાની માતા (જયા બચ્ચન)નું નામ લીધું ત્યારે શ્વેતાએ તરત જવાબ આપ્યો હતો કે વાઈફ. આ સવાલ-જવાબનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી એક યૂઝરે તો શ્વેતાને ટીવી સિરિયલની ટિપિકલ નણંદ ગણાવી હતી, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે એક વાત નક્કી છે કે પરિવારમાં પતિ-પત્નીના સંબંધ ખરાબ કરવા માટે નણંદ શ્વેતા બચ્ચન જ જવાબદાર છે તો અન્ય એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે શ્વેતા હંમેશાં ઐશ્વર્યાથી ઈર્ષ્યા કરે છે. ઐશ્વર્યાના સવાલના જવાબમાં એટલું ચોક્કસ કહ્યું હતું કે ઐશ્વર્યા એક સશક્ત અને સ્ટ્રોંગ મહિલા અને બેસ્ટ મધર છે. આ જવાબ અંગે પણ લોકો ભળતી પ્રતિક્રિયાઓ આપી હતી.