June 30, 2025
ટેકનોલોજીટોપ ન્યુઝ

અંતરિક્ષમાં ભારતનું નામ રોશન કરનાર શુભાંશુ શુક્લા કોણ છે?

Spread the love


મિશન પર જતા પત્ની માટે એવું શું લખ્યું કે જેની ચર્ચા ચારેકોર છે


અંતરિક્ષ ઉડાન ભરનારા શુભાંશુ શુક્લાની અત્યારે દરેક જગ્યાએ નોંધ લેવાય છે તો તમને પણ સવાલ થયો હશે કે કોણ છે શુભાંશુ શુક્લા કે જેને ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. ટૂંકી ઓળખ આપીએ તો હમણા જ ભારતવતીથી અંતરિક્ષમાં શુભાંશુએ ઉડાન ભરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

41 વર્ષ પછી ભારતીયની ઉડાન
ઈન્ડિયન એર ફોર્સ ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં ઉડાન ભરતા અંતરિક્ષ વૈજ્ઞાનિકોથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય લોકોએ શુભેચ્છા આપી હતી. અંતરિક્ષમાં ઉડાન ભરવાના અનેક અવરોધો વચ્ચે પણ મંગળવારે શુભાંશુ ઈતિહાસ સર્જયો. આ અગાઉ ભારતના અવકાશયાત્રી રાકેશ શર્માએ ઉડાન ભરી હતી. અવકાશયાત્રી રાકેશ શર્માએ આઠ દિવસ અંતરિક્ષમાં વીતાવ્યા હતા.એટલે લગભગ 41 વર્ષ પછી ભારતનું નામ વધુ એક ભારતીયએ દુનિયામાં રોશન કર્યું છે શુભાંશુએ.

માતાપિતા પણ ભાવુક થયા હતા
શુભાંશુ શુક્લા સ્પેસમાં જઈ રહ્યો હતો ત્યારે તેના માતાપિતાની આંખોમાં અશ્રુ હતા, જ્યારે કરોડો ભારતીયની શુભેચ્છા સાથે સવાર થયો હતો. અંતરિક્ષમાં જતા પહેલા પત્ની કામના મિશ્રા માટે એક ભાવુક મેસેજ લખ્યો હતો, જે ચર્ચામાં છે. શુભાંશુની પત્ની ડેન્ટિસ્ટ છે, જે બાળપણની મિત્ર છે. સ્કૂલના દિવસોમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી લગ્ન કર્યા હતા.

તારા વિના આ શક્યું નહોતું
અંતરિક્ષમાં જતા શુભાંશુએ લખ્યું કે આપણે 25 જૂનના સવારે આ ગ્રહ છોડવાની યોજના બનાવી છે, તેથી આ મિશનમાં સામેલ તમામ લોકોનો આભારી છું અને ઘરના તમામ લોકોના આશીર્વાદ અને પ્રેમ માટે ધન્યવાદ કહેવા ઈચ્છું છું. આ મિશન માટે મને સહકાર આપનારા પરિવાર અને દોસ્તોનો ખાસ આભારી છું. ક્યારેક તમારા ઘરના લોકો એટલો ત્યાગ આપે છે જેને તમે સમજી શકતા નથી, પરંતુ એ તમારા પ્રેમના કારણે હોય છે. એક અદ્ભૂત સાથી તરીકે શુભા શુક્લાનો ખાસ આભાર એના વિના આ બધુ શક્ય નહોતું.


અનુભવી પાયલટ પણ છે
શુભાંશુની પત્ની ડોક્ટર કામના શુક્લા વ્યવસાયે એક ડેન્ટિસ્ટ છે અને બાળપણની મિત્ર પણ. ત્રીજા ધોરણથી બંને સાથે છે. કામનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શુભાંશુ બાળકથી વિનમ્ર અને મૃદુભાષી છે, જ્યારે બાળપણથી શુભાંશુનો પહેલો પ્રેમ તો અંતરિક્ષ હતું. ઉત્તર પ્રદેશના લખનઉના રહેવાસી શુભાંશુનો જન્મ 10 ઓક્ટોબર 1985ના થયો છે. જૂન 2006માં એર ફોર્સ જોઈન કર્યું ત્યારે ફાઈટર વિંગનો હિસ્સો હતો. શુભાંશુ કોમ્બેટ લીડર અને અનુભવી પાયલટ તરીકે 2000 કલાકનો અનુભવ પણ ધરાવે છે. એરફોર્સમાં રહીને શુભાંશુએ સુખોઈ-30, મિગ-21, મિગ-29 સહિત હોક-ડોર્નિયર જેવા લડાકુ વિમાન ઉડાવી ચૂક્યા છે.

કેટલા દિવસ રોકાશે સ્પેસમાં
શુભાંશુ શુક્લા કોણ અને એની અવકાશીયાત્રાના પડકારોની વાત કરીએ. ભારતના અવકાશી યાત્રી શુભાંશુ શુક્લાએ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાંથી સ્પેસમાંથી ઉડાન ભરી લીધી છે. 28થી 30 કલાકની સફર નિશ્ચિત કરીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે, જ્યાં 14 દિવસ વીતાવ્યા પછી મિશન પરથી પરત ફરશે. આ સ્પેસ મિશન પર પણ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે સવાલ થાય છે કે 14 દિવસ મિશન પર રહીને કેટલો ખર્ચ થશે તથા ભારત માટે આ મિશન કેટલું જરુરી છે અને તેનાથી શુ સિદ્ધ થશે.

સ્પેસમાં જવાનો ખર્ચ કેટલો
સ્પેસમાં 14 દિવસ રહેનારા શુભાંશુ લગભગ 60 વૈજ્ઞાનિક પ્રયોગમાં ભાગ લેશે, જ્યાં માઈક્રોગ્રેવિટીમાં માનવજીવન પર અસર, સ્પેસ ફૂડ ટેસ્ટિંગ, બાયો રિસર્ચની સાથે સાથે ભવિષ્યની ટેક્નોલોજી અંગે તપાસ કરશે. શુભાંશુનો ખર્ચ સરકારે ઉઠાવ્યો છે, જ્યારે 14 દિવસ તો એર ફોર્સ તરફથી પગાર એરફોર્સના ગ્રુપ કેપ્ટન તરીકે મળશે. એમ્બિશિનબોક્સના એર ફોર્સના ગ્રુપ ચારના કેપ્ટન તરીકે 2.43 લાખથી સેલરી મળે છે. સમગ્ર મિશનનો ખર્ચ ભારત સરકાર વહન કરશે, જ્યારે એના માટે અમેરિકન સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસને 543 કરોડની ચૂકવણી કરી છે, જેમાં ટ્રેનિંગ, ટ્રાવેલ, સ્પેસ શૂટ, રિસર્ચ કીટ સહિત અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. સ્પેસ શૂટની કિંમત એક અબજ ડોલરથી લઈને 2.2 અબજ ડોલરની આસપાસ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!