Shraddha Kapoor એ માણી કોસ્ટલ રોડની રાઈડ, આ મોંઘી દાટ કારથી…
મુંબઈઃ બોલીવુડના જાણીતા વિલન શક્તિ કપૂરની દીકરીનું નામ હવે જાણીતું બની ગયું છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે (Actress Shraddha Kapoor) ફિલ્મોમાં કામ કરીને નામ બનાવ્યું છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, તેનાથી તેના ચાહકો પણ ખુશ કરવામાં પણ માહેર છે. ગયા વર્ષે પોતાને એક મોંઘી ભેટ આપી હતી. મૂળ વાત કરીએ તો ગયા વર્ષે શ્રદ્ધા કપૂરે 4.04 કરોડ રૂપિયાની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ખરીદી હતી અને હવે આ કારની રાઈડને લઈ ચર્ચામાં આવી છે.
ઘણીવાર શ્રદ્ધા મુંબઈમાં આ મોંઘી કાર લઈને ફરવા માટે નીકળી પણ હશે. જોકે, દરેક વ્યક્તિ તેના સ્વેગથી પ્રભાવિત છે. તાજેતરમાં શ્રદ્ધાએ નવા બનેલા મુંબઈ કોસ્ટલ રોડ પર ડ્રાઈવિંગ કરવાની પણ મજા માણી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બોલીવુડમાં ખાસ તો સ્ત્રી ફિલ્મથી જાણીતી બનેલી શ્રદ્ધા ઘણી વાર તેની નવી લેમ્બોર્ગિની કારમાં મોડી રાત સુધી મુંબઈની આસપાસના શહેરોમાં ફરે છે. જોકે, સોમવારે રાત્રે શ્રદ્ધાએ તેના મિત્ર સાથે ડિનર પાર્ટી કરી હતી. બાદમાં, આ મોંઘી કાર મારફત ઘરે ડ્રાઇવિંગ કરવા નીકળી પડી હતી. નવા ખુલેલા કોસ્ટલ રોડની સવારી માણતો વીડિયો પણ હવે વાઈરલ થઈ રહ્યો છે. તેની સાથે તેની બાજુમાં બેઠેલા તેના મિત્રએ વીડિયો પણ બનાવ્યો હતો. વિડિયો શેર કરતી વખતે શ્રદ્ધાએ લખ્યું હતું કે લેટ નાઈટ ડ્રાઈવ માટે પ્રેમ વધ્યો છે… ન્યૂ કોસ્ટલ રોડે દિલ જીતી લીધું છે. શ્રદ્ધા કપૂર કોસ્ટલ રોડના પ્રેમમાં છે.
આ પહેલા અમિતાભ બચ્ચન પણ મુંબઈના કોસ્ટલ રોડ પર ફર્યા હતા, જ્યારે રશ્મિકા મંદાનાએ મુંબઈના રસ્તાઓની પ્રશંસા કરીને વિવાદમાં પડી હતી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે હાલમાં કોસ્ટલ રોડનો પહેલો તબક્કો ખુલ્લો મુકવામાં આવ્યો છે. મરીન લાઇન્સને વરલીથી જોડતો આ માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો છે. કોસ્ટલ રોડની કુલ લંબાઈ 29.2 કિમી છે. તેના બીજા તબક્કામાં વરલીને કાંદિવલી સાથે સીધું જોડવામાં આવશે.
