February 19, 2026
લાઈફ સ્ટાઈલ

ફાયદાની વાતઃ શિયાળાની સિઝનમાં રોજ ન્હાવું જોઈએ કે નહીં, શું માનવું છે?

Spread the love

શિયાળાના દિવસોમાં લોકોને વહેલા ઉઠવાથી લઈને અનેક સમસ્યા ઊભી થાય છે. વહેલા ઉઠવામાં પણ આળસ આવે છે. ઊંઘ કરતા લોકોને ન્હાવાનો પણ ત્રાસ થતો હોય છે. અમુક લોકો તો ન્હાવાનું પણ પસંદ કરતા હોતા નથી. જોકે, જો તમે ન્હાતા ના હોય તો તેમાં પણ કંઈ ગુમાવવા જેવું છે કે નહીં એવું અમુક લોકોનું માનવું છે.
હેવી કોલ્ડમાં સ્કીન પર અસર થવાની શક્યતા રહે
ઠંડીના દિવસોમાં રોજ ન્હાવાની તો અમુક લોકો તસ્દી લેતા પણ નથી. અમુક લોકો તો રોજ બિન્દાસ ન્હાતા હોય છે, પણ તેનાથી નુકસાન થાય છે સૌથી પહેલા તો એવું કહેવાય છે કે શિયાળામાં રોજ ન્હાવાથી સ્કીન પર અસર પડે છે, તેનાથી રુક્ષ થવાનો ચાન્સ રહે છે. શિયાળામાં રોજ ન્હાવાથી સ્કીનનું ઈન્ફેક્શનનું જોખમ થઈ શકે છે અને વાઈરલ પણ થઈ શકે છે. ઠંડીના દિવસોમાં રોજ વ્હાવાથી તાવ પણ આવી શકે છે, તેથી રોજ ન્હાવાનું ટાળવું જોઈએ. જો તમને થોડા પણ ડાઉન ફિલ કરતા હો તો પણ તમે બાથ લેવાનું ટાળો તો ગુમાવતા નથી.
બાળકો માટે ખાસ તકેદારી લેવી
નાના બાળકોને શિયાળાના દિવસોમાં ખાસ કરીને બપોરના સમયે નવડાવી શકો. બાકી નાના બાળકોને પણ તમે રોજ નવડાવવાનું ટાળો, તેનાથી નાની મોટી બીમારીના પણ શિકાર બની શકે છે. મહિલાઓ માટે પણ કહેવાય છે કે જો લાંબા વાળ હોય તો ગરમ પાણીથી વાળને ધોવા નહીં, તેનાથી તમારા વાળ નબળા પડી શકે છે. વહેલા તૂટી જવા કે અન્ય સમસ્યા ઊભી થઈ શકે છે. રોજ ગરમ પાણીથી ન્હાવાથી શરીરને પણ નુકસાન થઈ શકે છે.
ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર પડી શકે
આ ઉપરાંત, છેલ્લે મહત્ત્વની વાત રોજ ન્હાવાથી શરીરમાંથી બેક્ટેરિયા નીકળી જાય છે, તેનાથી શરીરમાં નબળાઈ આવી શકે છે, જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ પર તેની નેગેટિવ અસર પડી શકે છે. ટૂંકમાં, શિયાળાના દિવસોમાં તમારે ન્હાવા માટે એકદમ ગરમ યા ઠંડા પાણીથી ન્હાવાનું ટાળવું જોઈએ. આમ છતાં રેગ્યુલર બાથ કરવાથી ફાયદો રહે છે કે એ નક્કી કરવા માટે તમે ડોક્ટરની સલાહ લો કે નહીં, પરંતુ શક્ય એટલા તાજા યા ગરમ પાણીથી ન્હાવું બહેતર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!