‘શોલે’ના ગબ્બર માટે અમજદ ખાન પહેલી પસંદ કેમ નહોતા?
(અમજદ ખાન પાર્ટ-2 પુણ્યતિથિ): અચાનક અકસ્માતનો ભોગ બનેલા અમજદ ખાનની જિંદગીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. આધેડ વયે નિધન થયા પહેલા તેના નસીબમાં શોલે ફિલ્મ સાથે અનેક ફિલ્મોએ લોકપ્રિયતા અપાવી હતી, પણ શોલે કઈ રીતે મળી એની વાત કરીએ. અમજદ ખાનનું નિધન આધેડ વયની ઉંમરે થયું, પરંતુ આ ઉમદા અભિનેતા કમ વિલન તરીકે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. શોલે, પરવરિશ, મુકદ્દર કા સિકંદર, લાવારિસ, હીરાલાલ-પન્નાલાલ, દેશ પ્રેમી, નાસ્તિક, સત્તે પે સત્તા, કુરબાની, નસીબ, લવ સ્ટોરી, સુહાગ, રામ બલરામ, સીતા ઔર ગીતા જેવી અનેક ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હતું.

ત્રણ કરોડમાં બનેલી ફિલ્મે 35 કરોડની કમાણી કરી હતી
સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર સાથેની શોલે ફિલ્મમાં એક વિલન તરીકે પહેલી પસંદ રમેશ શિપ્પી માટે બીજા કલાકાર હતા. 1975માં રિલીઝ થયેલી ‘શોલે’ ફિલ્મ ત્રણ કરોડમાં બની હતી, જ્યારે કમાણી 35 કરોડની કરી હતી. ફિલ્મના ડાયલોગ મુખ્ય પાત્રો કરતા વિલનના આજે લોકોને યાદ રહી ગયા છે, જ્યારે એ ગબ્બર સિંહ પણ.
ડાયરેક્ટર રમેશ શિપ્પીને તો ગબ્બર સિંહ માટે ડેની ડેન્જપ્પા પહેલી પસંદ હતા.
ડેનીએ કોઈ કારણસર ફિલ્મ કરવાની મનાઈ કરીને તક મળી
ડેની પણ એ વખતે વિલન તરીકે ઉત્તમ અભિનય કરી જાણતા હતા. આ ફિલ્મમાં ડેની કોઈ કારણસર કામ કરવાની મનાઈ કરે છે અને અમજદ ખાનને આ ફિલ્મ રાતોરાત સ્ટાર બનાવી દે છે. પોતાની કારકિર્દીમાં ભલે પંચાવનથી વધુ ફિલ્મો કરી હતી, પરંતુ શોલેના ગબ્બરના પાત્રએ અમઝદ ખાનને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં નવી ઓળખ આપી હતી.
શોલે ફિલ્મમાં ગબ્બરના ડાયલોગ બહુ લોકપ્રિય બન્યા હતા
આ ફિલ્મના ડાયલોગની વાત કરીએ તો ‘જો ડર ગયા સમજો મર ગયા’, ‘અરે ઓ સાંભા, કિતને આદમી થે’, ‘બહુત યારાના હૈ’. અમજદ ખાનને આ આ ફિલ્મ વાસ્તવમાં સલીમ જાવેદને કારણે મળી હતી. ફિલ્મના રાઈટર સલીમ જાવેદની ભલામણને કારણે આ ફિલ્મ અમજદ ખાનને મળી હતી. કહેવાય છે કે સલીમ જાવેદને કારણે આ ફિલ્મ મળી, જે સુપરહીટ સાબિત થઈ હતી.
પિતા બીમાર હોવાથી ફિલ્મને ન્યાય આપી શકે એમ લાગતું હતું
આમ છતાં સલીમ જાવેદ સાથે આ ફિલ્મ અમજદ ખાનની છેલ્લી સાબિત થઈ હતી. ‘શોલે’ ફિલ્મમાં કામ કરવા તૈયાર થયા પછી પણ અમજદ ખાન ફિલ્મ માટે સમય કાઢી શક્તા નહોતા, કારણ એવું હતું કે પિતા જયંતને કેન્સર હતું. પિતાની સારવાર પાછળ વધુ સમય ફાળવતા હોવાને કારણે ફિલ્મને ન્યાય આપી શકશે નહીં એવું સલીમ જાવેદને લાગ્યું હતું.
એ ફિલ્મ પછી સલીમ જાવેદ સાથે ખાને ફિલ્મમાં કામ કર્યું નહોતું
એક તબક્કે સલીમ જાવેદે અમજદ ખાનનને આ ફિલ્મ આપવા કહ્યું હતું, પરંતુ અમજદ ખાનના સમયના અભાવે સલીમ જાવેદે રમેશ શિપ્પીને કહ્યું હતું કે એમ હોય તો તમે અમજદ ખાનને બદલે બીજા કોઈને પણ પસંદગી કરી શકો છો. આમ છતાં આ ફિલ્મ માટે અમજદ ખાને ન્યાય આપ્યો અને ફિલ્મ સફળ રહી સૌના નસીબે. આમ છતાં અમજદ ખાને ‘શોલે’ ફિલ્મ પછી સલીમ જાવેદ સાથે ક્યારેય કોઈ ફિલ્મમાં કામ કર્યું નહોતું.
