July 1, 2025
ટોપ ન્યુઝ

ચમત્કારઃ એ વ્યક્તિ પરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ, પણ નખમાં કંઈ વાગ્યું નહીં…

Spread the love

દેશમાં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોમાં પ્રવાસીઓ ભોગ બનતા હોય છે, જેમાં કોઈનો ભોગ લેવાતો હોય છે. તો અમુકને સામાન્ય ઈજા પહોંચતી હોય છે, પરંતુ તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિ પરથી આખી ટ્રેન પસાર થઈ ગયા પછી તેને જરાય વાગ્યું નહોતું. આખી ટ્રેન પસાર થયા પછી જરાય ડર્યા વિના ધીમેથી ઊભો થઈને ચાલતો થયો હતો. જાણીએ વાઈરલ વીડિયોની હકીકત.
પોતે સુરક્ષિત હોવાનું ધ્યાનમાં આવ્યા પછી ઊભો થયો
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેન આવી રહ્યાની જાણ થયા પછી ડર્યા વિના જમીનને વળગી રહ્યો હતો. ત્યાર બાદ ધીમી ગતિએ ટ્રેન રોકાયા વિના પસાર થતી રહે છે અને એ વ્યક્તિ જરાય ગભરાયા વિના જમીનને વળગી રહ્યો હતો. એટલે સુધી કે ટ્રેનના તમામ કોચ પસાર થયા પછી પણ પાંચ-છ સેકન્ડ સુધી પોતાને સુરક્ષિત રાખવામાં સફળ રહે છે. ટ્રેન પસાર થઈ ગયા પછી પોતે ઊભો થઈને ટ્રેક પરથી નીકળી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.


ક્યાં બની હતી આ ઘટના, કઈ ટ્રેન પસાર થઈ
આ વીડિયો અંગે જાણકારી મળી છે કે સોમવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે કન્નુર અને ચિરક્કલ રેલવે સ્ટેશને આ ઘટના બની હતી. બંને સ્ટેશનની વચ્ચેથી મેંગલુરુ-થિરુવનંતપુરમ ટ્રેન પસાર થઈ હતી. જે વ્યક્તિ પરથી ટ્રેન પસાર થઈ તેની પણ ઓળખ પોલીસે કરી હતી. રેલવે પોલીસે 56 વર્ષના પવિત્રન તરીકે કરવામાં આવી છે. પવિત્રન સ્કૂલમાં સફાઈ કર્મચારી છે. આ કેસમાં રેલવે પોલીસે પવિત્રનનું નિવેદન નોંધ્યું હતું.
ફોન પર વાત કરતા ટ્રેન ધસી આવ્યાની જાણ થઈ
રેલવે પોલીસને 56 વર્ષની વ્યક્તિએ જણાવ્યું હતું કે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, તેથી ટ્રેન આવી રહી હોવાનો અંદાજ નહોતો. જ્યારે અંદાજ આવ્યો ત્યારે ભાગવાનું મુશ્કેલ હતું, તેથી એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના તેને પાટા પર સૂઈ જવાનું નક્કી કર્યું અને ટ્રેન પસાર થઈ ત્યાં સુધી ઊભો થયો નહીં, તેથી જીવ પણ બચી ગયો.
કદ નાનું હોવાથી બચ્યો હોવાનો પોલીસનો દાવો
પોલીસે આ કેસમાં જણાવ્યું કે ભગવાને જ જાણે તેને બચાવ્યો છે બાકી આ પ્રકારના કિસ્સામાં બચવું મુશ્કેલ હોય છે. જોકે, પવિત્રનનું કદ નાનું હોવાથી શક્ય છે કે બચી ગયો હતો. જોકે, વીડિયો વાઈરલ થયા પછી એક એવી પણ અફવા ફેલાઈ હતી કે દારુ પીને કોઈ પાટા પર ઊંઘી ગયું છે. ત્યાર પછી હકીકત જાણવા મળી હતી પવિત્રને કહ્યું કે પોતે કોઈ નશો કર્યો નહોતો. પોતાની જાતને બચાવવા માટે પાટા પર ઊંઘી ગયો હતો. આમ છતાં જીવ બચી ગયા પછી પણ હજુ એ સદ્મામાંથી બહાર આવી શક્યો નથી, એમ પોલીસને તેને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!