ખેતરમાં પથ્થરોને કુળદેવ સમજીને પૂજતા હતા, હકીકત ખબર પડતાં જ…
શ્રદ્ધા માટે જેટલું લખાય એટલું ઓછું છે, જ્યારે સામે પક્ષે અંધશ્રદ્ધા માટે એવું જ કહી શકાય. ભારતમાં તો ભગવાન રામના નામે પથ્થરો તર્યા હતા. આજે પણ આપણે પથ્થરમાં પણ પ્રાણ ફૂંકીને ભગવાનને નામે પૂજીએ છીએ. વાત એવા કિસ્સાને કરીએ કે તમે પણ ચોંકી જશો. મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની વાત કરીએ. ધારના એક ગામમાં જ્યાં સ્થાનિક લોકો ગોળાકાર પથ્થરોને પોતાના કુળદેવતા સમજીને પૂજે છે. એટલું જ નહીં, સંશોધનો પછી પણ એ પથ્થરોમાં કુળદેવતાનો વાસ હોવાની વાત લઈને એની પૂજા-અર્ચના કરે છે.
લોકો એને કુળદેવતા સમજીને પૂજા કરતા હતા. ધારના પાંડલ્યા ગામની આ સાચી સ્ટોરી છે. અહીં ખોદકામ દરમયાન એક ગોળાકાર પથ્થર મળ્યો હતો. ખોદકામ વખતે ગોળાકાર પથ્થરો મળ્યા પછી સ્થાનિક લોકો કુળદેવતા સમજીને લોકો પૂજવા લાગ્યા હતા. આ ગોળાકાર પથ્થરોને સ્થાનિક લોકોએ તેને કક્કડ ભૈરવ નામ આપ્યું હતું અને તેની પૂજા કરવા લાગ્યા હતા. આજે પણ પૂજા કરે છે એ દેવ તેમના પરિવારની રક્ષા કરશે એવી આસ્થા રાખી રહ્યા છે.
ખોદકામ દરમિયાન મળી આવેલા ગોળાકાર પથ્થરોની વાતો આસપાસના ગામડાઓ સુધી પહોંચી હતી, જ્યારે લોકો દર્શનાર્થે પણ આવતા હતા. એ જ વખતે લખનઊ સ્થિત નિષ્ણાતો અને મધ્ય પ્રદેશના વન વિભાગના અધિકારીઓ પણ નિરીક્ષણાર્થે પહોંચ્યા હતા.
નિષ્ણાતોએ એ ગોળાકાર પથ્થરો પર સંશોધન કર્યું તો ચોંકી ગયા હતા. પુરાતત્વ વિભાગના નિષ્ણાતોએ વધુ સંશોધન કર્યું તો ખબર પડી કે એ ડાયનાસોરના ઈંડા છે. ટિટાનો-સારસ પ્રજાતિના ઈંડા હોવાનું નિષ્ણાતોએ સ્થાનિકોનું સમજાવ્યું હતું. આમ છતાં સ્થાનિક લોકોએ એ સંશોધકોના તથ્યોને ફગાવી નાખ્યા હતા અને એક જ વાત પર અડગ રહ્યા છે કે આ તો અમારા કુળદેવતા છે અને આ જ પથ્થરોની પૂજા કરીશું.
તમારી જાણ ખાતર જણાવીએ કે ધારમાં આ અગાઉ ગોળાકાર પથ્થરો મળી આવ્યા હતા. ગયા વર્ષે જાન્યુઆરીમાં 256 ઈંડા મળ્યા હતા, જ્યારે તેનો આકાર પંદરથી સત્તર સેમીનો હતો. આ વાત માન્યામાં આવે એવી નથી. આમ છતાં આજે પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં અમુક પ્રજાતિના લોકો માટે કુદરતી સંસાધનો હોય કે પછી જાનવરોને પણ પોતાના રક્ષણના સાધન માને છે એ હકીકત છે.