July 1, 2025
ટોપ ન્યુઝમુંબઈ

Shivaji Park પરથી PM Narendra Modiની સિંહ ગર્જના, સ્વતંત્રતા બાદ જ જો કૉંગ્રેસને…

Spread the love

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હાલમાં બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. આજે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં મહાયુતિની મહાસભા યોજાઈ હતી. આ સભામાં પહેલી જ વખત પીએમ નરેન્દ્ર મોદી અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. આ સમયે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની મરાઠીમાં શરૂઆત કરતાં જણાવ્યું હતું કે સમસ્ત મુંબઈગરાના માઝા રામ રામ… કસે આહાત તુમ્હી? મુંબઈ શહેર માત્ર સપનાં નથી જોતું, પણ એ સપનાઓને જીવે છે. સ્વપ્ન લઈને આવનારા લોકોને મુંબઈ ક્યારેય નિરાશ નથી કરતું. હું 2027નું સપનું લઈને આવ્યો છું. આખા દેશનું એક સપનું છે અને આપણે બધાએ સાથે મળીને ભારતને વિકસિત બનાવવાનો છે. જેમાં મુંબઈની મહત્વની ભૂમિકા છે. સ્પીડ અને ટાઈમનું મહત્વ મુંબઈગરા કરતાં વધુ સારી રીતે બીજુ કોઈ જ શકે નહીં..

આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારતની સાથે સ્વતંત્ર થયેલા દેશો આજે કેટલા બધા આગળ નીકળી ગયા છે. આપણી અંદર કઈ કમી હતી કે? ભારતીય નાગરિકોમાં સ્વપ્નમાં વિશ્ર્વાસ ના રાખનાર સરકારમાં કમી હતી. લાલ કિલ્લાના ભાષણમાં એ સમયના વડા પ્રધાનને આળસુ તરીકેનું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમના વિચારો જ આવા હોય એ લોકો કઈ રીતે દેશને આગળ લઈ જશે? સ્વતંત્રતા બાદ જ જો કૉંગ્રેસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોત તો દેશ આજે પાંચ દાયકા આગળ હોત.

થોડાક વર્ષો બાદ જ્યારે હું તમારી સામે આવીશ ત્યારે ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની ગયું હશે. હું તમારા હાથમાં વિકસિત ભારતની કમાન સોંપીને જવાનો છું. 10 વર્ષમાં ભારતમાં રેકોર્ડબ્રેક રોકાણ આવશે એવો વિશ્વાસ પણ પીએમ મોદીએ વ્યક્ત કર્યો હતો.

કલમ 370 નાબૂદ થશે એવું અશક્ય લાગતું હતું પરંતુ એ દિવાલ પણ મેં તોડી દીધી. દુનિયાની કોઈ પણ તાકાત 370ની કલમ પાછી નહીં લાવી શકે. એનડીએ રોજગારની નવી નવી તક આપે છે. છેલ્લાં દસ વર્ષમાં એનડીએ દ્વારા સવાલાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ભારત મોબાઈલ મેન્યુફેકચરિંગ કરનારો બીજો મોટો દેશ બની જશે એવું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!