ઠાકરે પરિવારના ચિરાગનો Mystery Girl સાથે રોમાન્સ, કિસ કરતો ફોટા વાઈરલ…
અહીં હેડિંગ વાંચીને તમે જો એવું વિચારી રહ્યા હોવ કે અમે અહીં રાજકારણમાં સક્રિય એવા ઠાકરે પરિવારના કોઈ સભ્યની વાત કરી રહ્યા છીએ તો બોસ એવું નથી. આ તો અહીં બિગ બોસ 17ના સ્પર્ધક શિવ ઠાકરેની વાત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શિવ ઠાકરેના મિસ્ટ્રી ગર્લને કિસ કરતો ફોટા વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ આખરે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે એનો અંદાજ લગાવી રહ્યા છે.
ખૂદ શિવ ઠાકરેએ પણ પોતાની સ્ટોરી પર આ ફોટો શેર કર્યા હતા. આ ફોટો શેર કરીને શિવ ઠાકરેએ ફેન્સના જણાવી દીધું છે કે હવે તે સિંગલ નથી રહ્યો અને તેને તેના સપનાની રાજકુમારી મળી ગઈ હોવાની જાહેરાત કરી હતી, પરંતુ શિવની આ લેડી લવ કોણ છે એ જાણી શકાયું નથી કારણ કે શિવે એના ચહેરા પર હાર્ટની ઈમોજી લગાવીને એનો ચહેરો છૂપાવી દીધો હતો.
વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં શિવ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે કારમાં બેઠો છે અને તેને ગળે મળીને તેના કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો અને ફેન્સ આ ફોટોની ચર્ચા કરી રહ્યા છે. કમેન્ટ સેકશનમાં લોકો આ મિસ્ટ્રી ગર્લ કોણ છે એના વિશે જાત જાતની અટકળો લગાવી રહ્યા છે.
કેટલાક લોકો આ ગર્લ ડેઈઝી શાહ હોવાનું કહી રહ્યા છે કારણ કે બંને જણ ખૂબ જ સારા મિત્રો છે અને બંનેના અફેરની ચર્ચા પણ વચ્ચે સાંભળવા મળી હતી. જોકે, એ સમયે બંને જણે આ વાતનો ઈન્કાર કર્યો હતો અને બને જણ સારા મિત્રો હોવાનું જણાવ્યું હતું.
શિવે થોડાક દિવસ પહેલા જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને લાઈફ પાર્ટનર તરીકે એક એવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે જે તેને પરિવારનું અને તેનું ધ્યાન રાખે. એટલું જ નહીં પણ તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે તે એક પઝેસિવ ટાઈપનો બોયફ્રેન્ડ છે અને કોઈ તેની ગર્લ ફ્રેન્ડને ટાઇટ હગ કરશે તો તેને બિલકુલ નહીં ગમે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિવ ઠાકરને બિગ બોસે નેમ અને ફેમ અપાવી હતી અને ત્યાર બાદ તે ઝલક દિખ લા જા તેમ જ ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી ટીવી શો કરી ચૂક્યો છે.
