શેર યા સવાશેરઃ છ મહિનામાં ઝી મીડિયાના શેરમાં 90 ટકાનો ઉછાળો જોવા મળ્યો
ગયા અઠવાડિયાની તુલનામાં આ સપ્તાહે શેરબજારમાં નાની-મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. વૈશ્વિક સકંટો વચ્ચે પણ ભારતીય શેરબજારની આગેકૂચ સૌના માટે આશ્ચર્યની વાત છે. શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઝી મીડિયાના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરના ભાવ એનએસઈ પર આઠ ટકાની તેજી સાથે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેરના ભાવમાં ઉછાળા માટે એક કારણ પણ માનવામાં આવે છે.
માર્કેટમાં હાઈ લેવલની પાર કરી હતી સપાટી
એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર ઝી મીડિયાના શેરના ભાવમાં 22.55 રુપિયાની સપાટીએ ખૂલ્યો હતો, પરંતુ માર્કેટમાં વધીને ભાવ 22.79 રુપિયાની સપાટી પાર કરી હતી. આ અગાઉ શુક્રવારે પણ શેરનો ભાવ 20.75 ભાવે બંધ રહ્યો હતો. સ્ટોકનો ભાવ રેકોર્ડ લેવલ ઊંચાઈએ પહોંચ્યા બાદ ઝી મીડિયાના શેરમાં મોટા ભાગના રોકાણકારોએ નફો રળી લીધો છે. હજુ લેવાલી પણ જોવા મળે તો નવાઈ નહીં.
વોરન્ટસ મારફત 200 કરોડ રુપિયા એકત્ર કરશે
ઝી મીડિયાના શેરના ભાવમાં ત્યારથી તેજી જોવા મળી રહી છે, જ્યારે કંપનીએ ફંડ એક્ત્ર કરવાની યોજના જાહેરાત કરી છે. ઝી મીડિયાએ 13,33,33,33,333 વોરન્ટસ જારી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીએ વોરન્ટ્સ મારફત પંદર રુપિયાના હિસાબથી ભાવ નક્કી કર્યો છે. કંપની વોરન્ટસ મારફત 200 કરોડ રુપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે. ઝી મીડિયા કોર્પોરેશને કહ્યું છે કે ઈશ્યૂ પ્રાઈસના 25 ટકાના શરુઆતના પેમેન્ટ વોરન્ટના સબ્સક્રિપ્શન અને એલોટમેન્ટ વખતે કરવાનું રહેશે, જ્યારે બાકી 75 ટકા પેમેન્ટ અઢાર મહિનામાં કરવાનું રહેશે.
13 રુપિયાથી 22 રુપિયાએ પહોંચ્યો ભાવ
ઝી મીડિયાના શેરનો ભાવ છેલ્લા છ ટ્રેડિંગ સેશન દરમિયાન 13 રુપિયાથી વધીને 22.79 રુપિયાની સપાટીએ પહોંચ્યો હતો. કંપનીના છ ટ્રેડિંગ સેશન દરમિયાન શેરના ભાવમાં 75 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એનાથી વિપરીત છેલ્લા છ મહિના દરમિયાન સ્ટોકના ભાવમાં 90 ટકાની તેજી જોવા મળી છે.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)