Sunday Special: આજથી ત્રણ રાશીના અચ્છે દિન શરુ થયા સમજો!
શનિ મહારાજની ચાલથી તમામ રાશી પર સારી-નરસી તો અસર થાય છે. જેમ કે કુંભ રાશીમાં વક્રી શનિ આજથી પોતાની ચાલ બદલશે, તેનાથી અમુક રાશી પર અસર થાય છે, જે માલામાલ થવાના ચાન્સ છે. શનિ દેવ સૂર્યના પુત્ર છે, જેમને ન્યાય દેવતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિ દેવની જ્યારે ચાલ બદલાય છે ત્યારે કોઈના કોઈ રાશી પર થોડી ઘણી તો અસર થાય છે. અત્યારે શનિ દેવ કુંભ રાશીમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે, જે આજથી પોતાની ચાલ ફરીથી બદલશે.
દૃક પંચાંગ અનુસાર 18મી ઓગસ્ટના રાતના 10.03 વાગ્યે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન થશે. વક્રી ચાલમાં ગોચર કરવાને કારણે શનિ દેવ પૂર્વ ભાદ્રપદના પહેલા પદમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં શનિ દેવ બીજી ઓક્ટોબર સુધી રહેશે. એટલે 45 દિવસ અમુક રાશીના જાતકો માટે લાભદાયક દિવસો રહેશે. શનિના ગુરુ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી અમુક રાશીના જાતકોનું નસીબ સોનાની માફક ચમકી શકે છે.
27 નક્ષત્રોમાંથી પૂર્વા ભાદ્રપદને પચીસમું નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ ગુરુ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્રના 12 રાશિમાંથી પહેલા ત્રણ ચરણ કુંભ રાશિમાં અને આખરી એક ચરણમાં મીન રાશીમાં પડે છે. પૂર્વા ભાદ્રપદ શુભ નક્ષત્ર છે. આ શુભ નક્ષત્ર માનવામાં આવે છે, ત્યારે શનિના ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી અમુક રાશીવાળા જાતકના જીવનમાં ખુશીઓનો પ્રવેશ થાય છે.
શનિના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પહેલા પદમાં ગોચર કરવામાં વૃશ્ચિક રાશીના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. વૃશ્ચિક રાશીના જાતકોના વર્ષોથી અટકેલા કામ ઝડપથી થાય છે. ધન-સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહે છે. માતાનું આરોગ્ય પણ સારું રહે છે તેમ જ વેપારી-વર્ગ માટે પણ બહુ સારો સમય માનવામાં આવે છે.
કુંભ રાશીના જાતકો માટે પણ શુભ માનવામાં આવે છે. કુંભ રાશીના જાતકના ઘર-પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. શનિદેવી કૃપાથી સમાજમાં પણ પદ-પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગે છે. વેપારી વર્ગને પણ લાભ મળે તેમ જ રુપિયા-પૈસા સંબંધિત લાભ થાય છે.
કન્યા રાશીના જાતકો માટે શનિ દેવું પરિભ્રમણ લાભદાયક માનવામાં આવે છે. કાયદાકીય મામલામાં પણ તમને જીત મળી શકે છે. બિઝનેસ કરનારા લોકો માટે ગૂડ્ ન્યૂઝ મળી શકે છે. પ્રોપર્ટીમાં કરવામાં આવેલું જૂના રોકાણથી પણ તમારી સ્થિતિ મજબૂત બનાવશે. કામકાજના કિસ્સામાં પ્રવાસ થઈ શકે છે. આરોગ્ય પણ સારું રહી શકે છે.
(અહીં આપેલી માહિતી ફક્ત એક માન્યતા અનુસાર છે, જેને વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી)