અલકાયદાની લેડી માસ્ટરમાઈન્ડની ગુજરાત એટીએસે ધરપકડ કરી
મહિલા સ્લીપર સેલના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો

અમદાવાદ ટેરર મોડ્યુલ કેસમાં ગુજરાત એટીએસની મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે બેંગલુરુથી અલકાયદા ટેટર મોડ્યુલની મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે. કર્ણાટકની રહેવાસી શમા પરવીન અલ કાયદાનું સંચાલન કરતી હતી અને તેની હરકતોને લઈને ગુજરાત એટીએસે કર્ણાટકથી ધરપકડ કરી છે અને એના સંબંધમાં પૂછપરછ જારી છે.
30 વર્ષની શમા પરવીન એક્યુઆઈએસની મુખ્ય મહિલા કમાન્ડર છે. ધરપકડ કરવામાં આવેલી શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે, પરંતુ હાલમાં બેંગલુરુમાં રહે છે. તેની ગતિવિધિ અગાઉથી શંકાસ્પદ હતી, જ્યારે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ રડાર પર હતું. આ મોડ્યુલ અલગ હતું, જેને કારણે તેને ડીકોડ કરવામાં વિલંબ લાગ્યો. હુમલાની તારીખ કે ટાર્ગેટ નિશ્ચિત નહોતો, જ્યારે એનો ઉદ્દેશ અને ઓપરેશન સમજવામાં પણ મુશ્કેલી પડી હતી. પરવીનની ધરપકડ સાથે હવે એવા પણ સંકેત મળી રહ્યા છે કે મહિલા આતંકવાદી સંગઠન હવે મહિલા સ્લીપર સેલ એક્ટિવ છે.
આ મુદ્દે ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાત પોલીસે ઓનલાઈન આતંકવાદી મોડ્યુલનું નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. ચાર આરોપીની અગાઉથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આતંકવાદી મહિલાની પણ ધરપકડ કરી છે. આ મહિલા અગાઉથી પાકિસ્તાનના સંપર્કમાં હતી. આ અગાઉ ગુજરાત એટીએસે ચાર આતંકવાદીની ધરપકડ કરી હતી, જેમાં બે ગુજરાત અને એક નોએડા અને એક દિલ્હીથી પકડ્યો હતો. સોશિયલ મીડિયા મારફત અલકાયદાની વિચારધારાને ફેલાવવા સાથે આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.
ધરપકડ કરવામાં આવેલા ચારેય યુવક પૈકી એક દિલ્હીનો ફૈક મોહમ્મદ રિઝવાન, અમદાવાદનો મોહમ્મદ ફરદીન, મોડાસાનો સૈફુલ્લા કુરૈશી અને નોએડાનો જિશાન તરીકે ઓળખ કરવામાં આવી છે. આ તમામ સામાન્ય પરિવારના છે, જેઓ રેસ્ટોરાં, દુકાન અને ફર્નિચર શોપમાં કામ કરે છે. તેઓ કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલા છે, જ્યારે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે છે અને ભડકાઉ સંદેશા દ્વારા લોકોને ઉકસાવે છે.
