July 1, 2025
મનોરંજનરમત ગમત

IPL Final: Shahrukh Khanના બ્લેન્ક ચેકે કોલકાતાને બનાવ્યું ચેમ્પિયન, કોણ છે ક્રિકેટર?

Spread the love

મેચ જીત્યા પછી કિંગ ખાન, ગૌતમ ગંભીર અને સુનીલ નારાયણની મસ્તીના વીડિયો વાઈરલ
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ IPL-2024)માં ચેમ્પિયન બનીને કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રીજી વખત નામ બનાવ્યું. હૈદરાબાદના જાબાજ ખેલાડીઓને પરાસ્ત કરીને સુકાની શ્રેયસ અય્યર અને ટીમના કોચ ગૌતમ ગંભીર કિંગ ખાનનું નામ પણ રોશન કરી દીધુ. ગઈકાલે ચેન્નઈના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) હરાવીને 10 વર્ષના દુકાળનો અંત આવ્યો.
કોલકાતા ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું. આના અગાઉ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ 2012 અને 2014માં કેકેઆર ચેમ્પિયન બન્યું હતું.આમ છતા ગંભીરના ગયા પછી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનની કેપ્ટનશિપ હેઠળ 2021ની ફાઈનલ મેચમાં રમ્યા હતા, પરંતુ જીત મળી નહોતી. એના પછી ગંભીર બે વર્ષ સુધી લખનઊ સુપર જાયન્ટસના કોચ તરીકે ટીમને બે વખત પ્લેઓફમાં પહોંચાડી હતી.
આ સંજોગોમાં આ વખતે ટીમના માલિક અને બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાને હુકમના એક્કા તરીકે ગંભીરને ટીમમાં પાછા લાવ્યા હતા અને ગંભીરને બ્લેન્ક ચેક પણ ઓફર કર્યો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ગંભીરે એ ચેક સ્વીકાર્યો છે કે નહીં. આમ છતાં ગૌતમ ગંભીરની ટીમમાં ફરી એન્ટ્રી થઈ હતી.
ગંભીર મેન્ટર બનતા કેકેઆરની ટીમમાં નવા રંગરુપમાં રમતી જોવા મળી હતી. ટીમ સમગ્ર સિઝનમાં પોઈન્ટ ટેબલમાં બીજા-ત્રીજા અને પહેલા નંબરે રહી હતી.
ગૌતમ ગંભીર સિઝન શરુ થઈ એ વખતે દરેક ખેલાડીને ગુરુ મંત્ર આપ્યો હતો કે ક્રિકેટથી મોટો કોઈ ખેલાડી નથી અને ટીમમાં દરેક ખેલાડી બધા એક સમાન છે ચાહે સ્થાનિક હોય કે વિદેશી. ગૌતમ ગંભીરે એના સિવાય પણ કહ્યું હતું કે અમે અમારી ટીમને ફાઈનલમાં રમતી જોઈ રહ્યા છે. ગૌતમ ગંભીરના આ ગુરુમંત્રએ કમાલ કરી હોવાનું કહેવાય છે.


હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યા પછી ચેન્નઈના ગ્રાઉન્ડમાં કિંગ ખાન, ગૌતમ ગંભીર, સુનીલ નારાયણ સહિત અન્ય ટીમના અન્ય ખેલાડીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. શાહરુખ ખાને ગૌતમ ગંભીરને ગળે લગાડીને તેના કપાળને ચુમી લેતા વીડિયો પણ વાઈરલ થયા હતા, જ્યારે ગૌતમ ગંભીર અને સુનીલ નારાયણ મજા કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી.
આ સિઝનમાં સુનીલ નારાયણે ઓલરાઉન્ડર તરીકે પ્રદર્શન કર્યું હતું. ટૂર્નામેન્ટ આક્રમક ઈનિંગ પણ રમ્યો હતો, તેથી નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. પંદર મેચમાં 14 ઈનિંગમાં 488 રન બનાવ્યા હતા, જ્યારે સ્ટ્રાઈક રેટ 180નો હતો. એ જ રીતે બોલિંગમાં 14 ઈનિંગમાં 17 વિકેટ ઝડપી હતી.
એના સિવાય ટીમના અન્ય ખેલાડીઓનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. વેંકટેશ અય્યર આ વખતે એકંદરે સારું પ્રદર્શન રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. આંદ્ર રસેલ, રિંકુ સિંહ, હર્ષિત રાણા, મિચેલ સ્ટાર્ક અને વરુણ ચક્રવર્તીનું પણ જોરદાર પ્રદર્શન રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!